કલ્યાણમાં પત્ની અને સાત વર્ષના પુત્રની હત્યા કરનારા વેપારીની ધરપકડ
આરોપીની ફાઈનેન્સ કંપની બહારરોકાણકારોની ભીડ ઉમટી
આર્થિક સંકડામણ ઉપરાંત વેપારી અને તેની પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો
મુંબઈ: કલ્યાણમાં પત્ની અને સાત વર્ષીય પુત્રની હત્યા કરી નાસી ગયેલા વેપારીને આજે પોલીસે ઘરપકડ કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તથા પત્ની સાથેના વિવાદને લીદે ડબલ મર્ડજર કર્યા હોવાનું કહેવાય છે. આરોપીની ફાઈનાન્સ કંપનીની ઓફિસ બહાર રોકાણકારોની ભીડ ઉમટી પડી હતી.
કલ્યાણના રામનગર વિસ્તારમાં રહેતો દિપક ગાયકવાડે ગઈકાલે બપોરે અંદાજે ેક વાગ્યે પત્ની અશ્વિની અને પુત્ર આદિત્યની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે એક કર્મચારીને ફોન કરીને પત્ની અને પુત્રની હત્યાની માહિતી આપી હતી. ા સિવાય વેપારી દિપક ગાયકવાડે પોતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યો હોવાનું ફોન પર કહ્યું હતું. આથી ગાયકવાડ પણ આત્મહત્યા કરી લેશે કે કેમ એની ચર્ચા થઈ રહી હતી. પોલીસે ફરાર વેપારીના શોધખોળ આદરી હતી. છેવટે આજે તેની ધરપકડ કરવામાં આવી હતી.
હાઈ પ્રોફાઈલ જીવન જીવવાના સ્વપ્ન જોનારા દિપકે કલ્યાણમાં ફાઈનાન્શિયલ કન્સલ્ટેન્ટ કંપની શરૂ કરી હતી. રોકાણકારોને ૬થી ૮ ટકા વળતરનું વચન આપી તેમની પાસેથી કરોડો રૂપિયા લેવામાં આવ્યા હતા. એમ કહેવાય છે શરૂઆતમાત્તેણે રોકાણકારોને વળતર આપ્યું હતું. પછી તેને વ્યવસાયમાં નુકસાન થતા આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. રોકાણકારોને પૈસા આપવાનું મુશ્કેલ બની ગયું હતું. કલ્યાણમાં રમકડાની દુકાનો દિપક પાસે અનેક જણ નોકરી કરતા હતા. હાલમાં તેમને પણ પગાર ચૂકવવામાં આવ્યો ન હતો એમ કહેવાય છે.
કરજમાં ડૂબેલો દિપક હતાશ થઈ ગયો હતો.
મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર પ્રદીપ પાટીલે જણાવ્યું હતું કે આરોપી દિપક અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો તેઓ છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે તેને પકડીને પૂછપરછ કરી રહી છે.