પંઢરપુરના મંદિરમાં વિઠોબાની મૂર્તિને બુલેટ- પ્રૂફ કવચ
ગર્ભગૃહનું રિનોવેશન શરુ કરાયું
જાળવણી અને સમારકામ વખતે ધૂળથી બચાવવા માટે લેવાયો નિર્ણય
મુંબઇ : તીર્થક્ષેત્ર પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ- રૃકિમણી મંદિરમાં સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવતા વિઠોબાની મૂર્તિના રક્ષણ માટે બુલેટપ્રુફ કવચ લગાડવામાં આવ્યું છે.
પ્રાચીન મંદિરના ગર્ભગૃહમાં ભોંય પરની ગ્રેનાઇટની લાદીઓ ઉખેેડવામાં આવી રહી છે અને ભીતમાં જડેલી ચાંદી પણ ઉખેડવામાં આવી રહી છે. આ કામગીરી વખતે વિઠોબાની મૂર્તિને કોઇ નુકસાન ન પહોંચે અને ઉડતી ધૂળથી પણ બચાવી શકાય માટે ગઇ કાલે જ બુલેટ-પ્રૂફ કવચ લગાડવામાં આવ્યું હોવાનું મંદિર સમિતિના એક્ઝિક્યુટીવ ઓફિસર રાજેન્દ્ર શેળકેએ જણાવ્યું હતું.
મંદિરનો અંદરનો ભાગ કાળા પાષાણનો બનેલો છે. એટલે તેને સ્વચ્છ કરવા માટે કારીગરો સ્ટેન્ડ પર ચડીને કામગીરી બજાવશે. આ કારણોસર મૂર્તિને રક્ષવા માટે બુલેટ- પ્રૂફ આવરણ ગોઠવવામાં આવ્યું છે. વિઠ્ઠલ મંદિરની સ્થાપના ૧૧૮૯માં થઇ હતી. વૈષ્ણવો અને વારકરી સંપ્રદાયના ભક્તો હજારોની સંખ્યામાં દર્શને જાય છે.