મીરા રોડમાં યુપી મોડલ, નયા નગરમાં ઉપદ્રવ બાદ ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર
પ્રાણ પ્રતિષ્ઠાની આગલી રાતે પથ્થરમારા તથા હુમલાની ઘટનાઓ બાદ એક્શન
સ્ટેશન વિસ્તારમાં કેટલીક દુકાનોની તોડફોડનો પણ પ્રયાસઃ ભારે ઉત્તેજના તથા તંગદિલી વચ્ચે રેપિડ એકશન ફોર્સ સહિત પોલીસ દળોની કૂમકો ખડકી દેવાઈ
મુંબઇ : અયોધ્યામાં રામમંદિરમાં મૂક્તિ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મીરારોડના નયાનગર વિસ્તારમાં શોભાયાત્રા પર પથરાવ અને વાહનો પર હુમલાની બે ઘટના બન્યા બાદ હરકતમાં આવેલ સ્થાનિક પ્રશાસને અહીંના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ઉપરાંત બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણને ગંભીરતાથી લઇ નયા નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ સહિત સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. રેપિડ એકશન ફોર્સ દ્વારા ફૂટ માર્ચ પણ યોજવામાં આવી હતી. આજે સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકોએ દુકાનોની તોડફોડનો પ્રયાસ પણ કર્યો હતો. તેને લીધે સ્ટેશન આસપાસના મોટા શો રુમ પણ બંધ કરી દેવાયા હતા. દિવસભર ભારે તંગદિલી તથા ઉત્તેજના છવાયેલાં રહ્યાં હતાં.
સ્ટેશન વિસ્તારમાં કેટલીક દુકાનોની તોડફોડનો પણ પ્રયાસઃ ભારે ઉત્તેજના તથા તંગદિલી વચ્ચે રેપિડ એકશન ફોર્સ સહિત પોલીસ દળોની કૂમકો ખડકી દેવાઈઆજે સવારથી પાલિકાની અતિક્રમણ વિરોધી ટુકડી રેપિડ એક્શન ફોર્સની સુરક્ષામાં મીરારોડના નયાનગર વિસ્તારમાં જ્યાં હુમલાની ઘટના બની હતી ત્યાં પહોચી ગઇ હતી. અહીં સેંકડો પોલીસો અને સુરક્ષા બળોની હાજરીમાં આરોપીઓ સાથે સંકળાયેલ ગેરકાયદે સ્ટોલ, બાંધકામ મોટી સંખ્યામાં ભોંયભેગા કરવામાં આવ્યા હતા. આ તોડફોડને લગતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નયા નગરના હૈદરી ચોક પાસે બનેલા ત્રિવેદી કોમ્પલેક્સ પાસે બની ગયેલા પતરાના કેટલાય શેડ તોડી પાડવામાં આવ્યા હતા. આ વખતે કોઈ નવાજૂની ન થાય તે માટે જંગી બંદોબસ્ત ગોઠવાયો હતો. મીરા રોડ વિસ્તારમાં આ રીતે વ્યાપક બંદોબસ્ત વચ્ચે અને ભારે તંગદિલીના વાતાવરમણાં ડિમોલીશન થયું હોય તેવું પહેલી જ વખત જોવા મળ્યું હતું.
મીરા રોડ સ્ટેશન વિસ્તારમાં આજે કેટલાક લોકો ભગવા ઝંડા સાથે ફર્યા હતા. ટોળાંમાંથી કેટલાકે અમુક દુકાનોની તોડફોડનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ બંદોબસ્તને કારણે કોઈ મોટી ઘટના બની ન હતી. પરંતુ કશીક નવાજૂની થવાની આશંકાએ કેટલાય શો રુમ ફટાફટ બંધ થઈ ગયા હતા.
જૂથ અથડામણની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની જતા નયાનગર વિસ્તારમાં સુરક્ષાદળોનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાલઘર પોલીસ સાથે થાણે ગ્રામિણ પોલીસ, મુંબઇ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપીએફ)નો વ્યાપક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગત રવિવારે રાતે મીરારોડના નયાનગર વિસ્તારમાં રવિવારે રાત્રે જયશ્રીરામ લખેલા ભગવા ધ્વજ સાથેના કેટલાક વાહનો પર અજાણ્યા લોકોએ હુમલો કરી ધ્વજો ફાડી નાંખ્યા હતા. તદઉપરાંત વાહનો પર હુમલો કરી વાહનોના કાચ ફોડી નાંખ્યા હતા જેમાં એક મહિલા સહિત કેટલાકને ે ઇજા પહોંચી હતી. આ ઘટના સોશિયલ મીડિયાથી વાયુવેગે રાજ્યના ખૂણે- ખૂણે પહોંચી જતા કોઇ અનિચ્છીય ઘટના ન બને તેની તકેદારીરૃપે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવો અંગે ૫૦થી ૬૦ લોકોનાં ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. તેમાંથી ૧૩ લોકોની ધરપકડ થઈ છે. બાકીના આરોપીઓને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે ઓળખી કાઢવામાં આવશે તેમ જણાવાયું હતું.
રમિયાન ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આજે નયા નગરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસની બે રકારીની લીધે આ ઘટનાઓ સર્જાઈ છે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે રાજ્ય સરકાર તથા ખાસ તો ગૃહ પ્રધાન ેવેન્દ્ર ફડણવીસની આબરુ ખરડાઈ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
ભડકાવનારા વીડિયો, પોસ્ટ સામે પોલીસની ચેતવણી: એડમિન પર પણ પગલાં લેવાશે
મીરા રોડમાં રવિવારે રાતે થયેલા ઉપદ્રવ બાબતે અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. મીરા રોડ ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટે આ ઉપદ્રવના બનાવ બાબતે કોમી લાગણી ઉશ્કેરે તેવા વીડિયો , સોશિયલ મીડિયા પોસ્ટ, સ્ટેટસ, ફોટા વગેરે શેર કરવા સામ ેચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે આવા કોઈપણ વીડિયો શેર કરનારા લોકો સામે ઉપરાંત સંબંધિત વ્હોટસ ગૂ્રપના એડમિન તથા ગૂ્રપના સભ્યો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ