Get The App

રૂ.40 કરોડની ખંડણી માટે બિલ્ડરના પુત્રનું અપહરણ, ફાયર બ્રિગેડના બે કર્મચારી સહિત 10ની ધરપકડ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
રૂ.40 કરોડની ખંડણી માટે બિલ્ડરના પુત્રનું અપહરણ, ફાયર બ્રિગેડના બે કર્મચારી સહિત 10ની ધરપકડ 1 - image


100 પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો, 10  આરોપી ઝડપાયા

ફાયરબ્રિગેડમાં નોકરીના નામે યુવકોને છેતરી પોણા ત્રણ કરોડ પડાવ્યા હતા, તે રકમ પાછી આપવા અંબરનાથના બિલ્ડરના યુવાન  પુત્રનું અપહરણ કર્યું

મુંબઈ  - અંબરનાથમાં રૃ.૪૦ કરોડની ખંડણી માટે બિલ્ડરના પુત્રનું અપહરણ કરનારા મુંબઈ ફાયર બ્રિગેડના સસ્પેન્ડ કરાયેલા બે કર્મચારી સહિત ૧૦ આરોેપીની પોલીસે ધરપકડ કરી છે. ૧૦૦ પોલીસની ટીમે કિડનેપરનો ફિલ્મી ઢબે પીછો કરી ભિવંડીંમાં પડઘા નજીકથી યુવકને સુરક્ષિતપણે બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડમાં નોકરી આપવાના બહાને રૃ.૨.૭૫ કરોડની છેતરપિંડી કરનારા બે ફાયરમેને પૈસાની ચૂકવણી કરવા અપહરણનું કાવતરું ઘડયું હતું. છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણ યુવક પણ આ ગુનામાં સામેલ થયા હોવાનું કહેવાય છે.

અંબરનાથ (પૂર્વ)માં જઈ રહેલા બિલ્ડરના ૨૦ વર્ષીય પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.  અપહરણકર્તાઓએ તેના મોબાઈલથી બિલ્ડરને ફોન કરી રૃ.૪૦ કરોડની ખંડણી માગી હતી. એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડો.સુધાકર પાઠારેએ જણાવ્યું હતું.

બિલ્ડરે અંબરનાથ પોલીસનો સંપર્ક કર્યો હતો. પછી આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૦ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

કિડનેપરને પકડવા માટે ૧૫ પોલીસ ઓફિસર અને ૮૦થી વધુ કોન્સ્ટેબલની ૮ ટીમ બનાવવામાં આવી હતી.

આરોપીઓ ચર્ચા બાદ રૃ.૨ કરોડની ખંડણી લેવા તૈયાર થયા હતા. બિલ્ડરને આ રકમ  કેબમાં ં  મોકલવા કહ્યું હતું. પોલીસે  કારનો પીછોે કર્યો હતો. બીજી તફ કિડનેપર  કેબ ચાલકને ફોન કરી વારંવાર સોકેશન બદલી રહ્યા હતા.

થ?????????????????????????????????????????????????????????????????????????????????????????૨૦થ??૨૫?????????????????????????????????????????????????????????

આરોપીએ ખંડણીની રકમ લીધી ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આરોપીએ ખંડણી માટે મોબાઈલ ફોનથી ઉપયોગ કર્યો હતો એના લોકેશનના આધારે ભિવડીના પડઘામાં વાસેરેગામ, પિસે ડેમ પાસેથી બિલ્ડરના પુત્રને હેમખેમ બચાવી લીધો હતો.

આરોપીને સિમકાર્ડ વેચનારા ડીલર નિખીલ રાજુસિંહ લબાનાને પકડીને પોલીસે પૂછપરછ કરી હતી. તેણે વિનેશ રાજુ અડવાણીને સિમ કાર્ડ આપ્યું હોવાની જાણ ત્યારબાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ગેંગ પાસેથી એક કાર, દેશી બનાવટી પિસ્તોલ, ૩ કારતૂસ, એક એર પિસ્તોલ, એક ચાકુ, નાયલોનની દોરી, કાળા રંગના માસ્ક, પાંચ મોબાઈલ ફોન સહિત રૃ.૧૨.૬૨ લાખની માલમત્તા જપ્ત કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી દેવીદાવ વાઘમારે, દત્તાત્રે પવાર મુંબઈ મહાનગરપાલિકામાં ફાયરમેન તરીકે કામ કરતા હતા. તેમણે ફાયર બ્રિગેડમાં નોકરી આપવાના સ્વપ્ન દાખવીને મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં અનેક  યુવક સાથે રૃ.૨.૭૫ કરોડની છેતરપિંડી કરી હતી.

આગેરીપાડા પોલીસ સ્ટેશનમાં ગત જુલાઈમાં આ બાબતે  છેતરપિંડીના કેસ દાખલ કરાયો હતોે.

તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ જામીન પર બહાર હતા. નોકરીના કૌભાંડનો  ભોગ બનેલા યુવકોને પૈસા ચૂકવવા તેમણે અપહરણનું કાવતરું ઘડયું હતું. 

ઠગાયેલા ૩ યુવક પણ પૈસા પાછા મળવાની આશાએ  જોડાયા

વક્રતા એ છે કે ફાયરમેન દ્વારા નોકરીના નામે ઠગાઈનો ભોગ બનેલા ત્રણ યુવકો પણ આ ગુનામાં ભાગીદાર બન્યા હતા. તેમને એવી લાલચ અપાઈ હતી કે ખંડણીના નાણાંમાંથી તેમની બાકીની રકમ પાછી વાળી આપવામાં આવશે. ઠગાઈના કેસમાં ફરિયાદી બની શકે તેવા યુવકો હવે અપહરણ કેસના આરોપી બની ગયા છે.


Google NewsGoogle News