પુણે અકસ્માત કેસમાં બિલ્ડર વિશાલ અગ્રવાલને 24મી સુધીના રિમાન્ડ
હોટલ માલિક તથા 2 મેનેજરને પણ 24મી સુધી રિમાન્ડ
માત્ર સાદા ફોન સાથે સંભાજીનગરથી પકડાયેલા પિતાએ ફરાર થઈને કોને ફોન કર્યા?, સગીર પુત્રને કાર કેમ લઈ જવા દીધી વગેરે તપાસ કરવાની હોવાની દલીલ
મુંબઈ : પુણેમાં કલ્યાણીનગર ખાતે થયેલા પોર્શે કાર અકસ્માત કેસમાં સગીર પુત્રના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલને પુણે સેશન્સ કોર્ટના એડિશનલ જજ એસ. પી. પોંક્ષેએ ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. અગ્રવાલ ઉપરાંત ગઈકાલે પકડાયેલા હોટેલ માલિક અને બે મેનેજરને પણ ૨૪ મે સુધીની પોલીસ કસ્ટડી અપાઈ છે.
પોલીસે સગીરના પિતા અને બે બારના માલિક અને કર્મચારીઓ સામે સામે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ અને ૭૭ હેઠળ કેસ નોધ્યો છે. સગીર આ બારમાં દારૃનું સેવન કરવા ગયો હતો અને સગીર હોવા છતાં તેને દારૃ પીરસવામાં આવ્યો હોવાનો આરોપ છે. કલમ ૭૫ બાળકને માનસિક કે શારીરિક બિમારી સામે હેતુપૂર્વક રજૂ કરવો અથવા બાળકની હતુપૂર્વકની બેદરકારી સંબંધી છે જ્યારે કલમ ૭૭ બાળકને દારૃ કે નશીલું દ્રવ્ય આપવા સંબંધી છે.
સરકારી પક્ષે વિશાલ અગ્રવાલને સાત દિવસની પોલીસ કસ્ટડી આપવાની માગણી કરી હતી. અગ્રવાલે અકસ્માતમાં કોને કોને ફોન કર્યા? છત્રપતિ સંભાજી નગર જવાનું કારણ શું? ત્યાં કોને મળવાનું હતું? એવા સવાલના જવાબ શોધવા અને અન્ય તપાસ માટે સાત દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવે એવી માગણી સરકારી પક્ષે પુણે સેશન્સ કોર્ટને કરી હતી. કોર્ટે અગ્રવાલને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
ારૃના નશામાં પોર્શે કાર ચલાવીને બેના મોત નીપજાવવાના કેસમાં સગીરના પિતા બિલ્ડર વિશાલ અગ્રવાલની છત્રપતિ સંભાજીનગરથી ગઈકાલે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રે શનિવારે મધરાત્રે ટુવ્હીલર પર સવાર બે જણને ઉડાવ્યા હતા. બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસે સગીરને જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરતાં તે સગીર હોવાનું જણાયું હતું. આથી સગીર પુત્રને કાર ચલાવવા આપવા બ લ પિતા વિશાલ અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતાં જ અગ્રવાલ પુણેથી ફરાર થયો હતો. આખરે મંગળવારે પરોઢિયે પુણે પોલીસે અગ્રવાલને તાબામાં લીધો અને બુધવારે બપોરે પુણે સેશન્સ કોર્ટમાં હાજર કર્યો હતો.
સરકારી પક્ષે રિમાન્ડ મેળવવા માટે દલીલ કરી હતી કે બ્લેક પબના કર્મચારી નિતેશ શેવાની અને જયેશ બોનકરે કોની મેમ્બરશિપ પર સગીરને પ્રવેશ આપ્યો? વિશાલ અગ્રવાલે નંબર પ્લેટ વિનાની કાર ચલાવવા કેમ આપી? પિતાએ પુત્રને પબમાં જવાની સંમતિ કેમ આપી? પુત્રને પોકેટ મની કયા સ્વરૃપમાં આપી? ગુનો દાખલ થયા પછી વિશાલ અગ્રવાલ ફરાર કેમ થયા? જ્યારે સંભાજીનગરમાં મળ્યા ત્યારે તેમણે પાસે એક સાદો મોબાઈલ જ હતો. બાકીના મોબાઈલ ક્યાં છ? આ બધા સવાલોની તપાસ કરવા સાત દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા હતા.
કાર ચાલકે જવાબ નોંધાવ્યો છે કે તેને ગાડી ચલાવવા માગી હતી પણ સગીરને બાજુની સિટ પર બેસવાનું જણાવ્યું હતું. કારના રજિસ્ટ્રેશન થયું નહોતું તો ગાડી રસ્તા પર ચલાવી કેમ? એવો સવાલ સરકારી વકિલે કર્યો હતો.