બિલ્ડર વિશાલ અગ્રવાલ સહિત 6ને સાત જૂન સુધીની અદાલતી કસ્ટડી
પુણેના સગીર દ્વારા પોર્શે કાર અકસ્માત કેસમાં કાર્યવાહી
iઅકસ્માત સર્જનારા તરુણના પિતા ઉપરાંત બાર સંચાલકો સહિતના આરોપીઓ સોમવારે જામીન માટે અરજી કરે એવી શક્યતા
મુંબઈ : પુણેમાં કલ્યાણીનગર ખાતે પોર્શે કાર અકસ્માતમાં બે જણના મોત નીપજાવવાના કેસમાં આરોપી સગીરના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલ અને અન્ય પાંચને પુણે સેશન્સ કોર્ટના એડિશનલ જજ એસ. પી. પોંક્ષેએ સાત જૂન સુધીની અદાલતી કસ્ટડી આપી છે. અગ્રવાલ ઉપરાંત પકડાયેલા હોટેલ માલિક,બે મેનેજર તથા બે કર્મચારીઓને પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષે પોલીસ કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી, પણ કોર્ટે તેમને અદાલતી કસ્ટડી આપી હતી. આથી તેમને જામીન મેળવવાનો માર્ગ મોકળો થયો છે. આરોપીઓ સોમવારે જામીન અરજી કરે એવી શક્યતા છે.
પોલીસે સગીરના પિતા અને જે બારમાં સગીરે દારુનું સેવન કર્યું હતું એ બે બારના માલિક, બે મેનેજર સહિત પાંચ સામે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ અને ૭૭ હેઠળ કેસ નોધ્યો છે. સગીર પોર્શે કારનો અકસ્માત કરવા પહેલાં આ બારમાં દારૃનું સેવન કરવા ગયો હતો અને સગીર હોવા છતાં તેને દારૃ પીરસવામાં આવ્યો હોવાનો આરોપ છે. કલમ ૭૫ બાળકને માનસિક કે શારીરિક બિમારી સામે હેતુપૂર્વક રજૂ કરવો અથવા બાળકની હતુપૂર્વકની બેદરકારી સંબંધી છે જ્યારે કલમ ૭૭ બાળકને દારૃ કે નશીલું દ્રવ્ય આપવા સંબંધી છે.
અગ્રવાલ સાથે અન્ય આરોપીઓમાં કોઝી રેસ્ટોરાંના માલિક નમન ભુતડા તેના મેનેજર સચિન કાટકર, બ્લેક ક્લબ સના મેનેજર સંદીપ સાંગલે અને તેના કર્મચારી જયેશ ગાવસકર અને નિતેશ શેવાનીનો સમાવેશ થાય છે.
બિલ્ડર વિશાલ અગ્રવાલની છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. સગીર પુત્રને કાર ચલાવવા આપવા બદલ પિતા વિશાલ અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતાં જ અગ્રવાલ પુણેથી ફરાર થયો હતો. આખરે મંગળવારે પરોઢિયે પુણે પોલીસે અગ્રવાલને તાબામાં લીધો અને બુધવારે બપોરે પુણે સેશન્સ કોર્ટમાં હાજર કરતાં આજ સુધીની કસ્ટડી અપાઈ હતી.
ૈસરકારી પક્ષે કોર્ટમાં કરેલી દલીલ
સરકારી પક્ષે શુક્રવારે રિમાન્ડ મેળવવા માટે દલીલ કરી હતી કે સગીરે કોઝી રેસ્ટોરાંમાં ચૂકવેલા રૃ. ૪૭ હજારના બિલની વિગત મેળવવાની બાકી છે કોના ખાતામાંથી ચૂકવણી થઈ હતી એની તપાસ જરૃરી છે. વિશાલ અગ્રવાલના ઘરના સીસીટીવી ડીવીઆર કબજામાં લેવાયા છે. આરોપીના મોબાઈલ તાબામાં લીદા છે. સાઈબર નિષ્ણાત તરફથી તપાસ કરવાની છે. પોર્શે કાર બ્રહ્મા લેજર્સ કંપનીના નામે ખરીદી કરાઈ છે. ઘરના સીસીટીવી ફૂટેજને તાબામાં લેવાયા છે તેમાં છેડછાડ તયાની શંકા છે. સગીરે મિત્રો સાથે દારુ સિવાય અન્ય કોઈ સેવન કર્યું હતું કે નહીં તેની તપાસ બાકી છે. આથી અગ્રવાલ અને સાથીદારોને સાત દિવસની પોલીસ કસ્ટડી અપાવાની વિનંતી સરકારી પક્ષે કરી હતી.
વિશાલ અગ્રવાલના વકિલની દલીલ
અગ્રવાલ વતી વકિલે દલીલ કરી હતી કે કારનો ડ્રાઈવર ગંગારામ પહેલા દિવસથી પોલીસ તપાસ માટે ઉપલબ્ધ છે. માત્ર ૧૭૫૮ની આરટીઓ ફી ભરી નહોવાથી ૪૨૦ની કલમ લગાવી છે. આ રીતે કલમ લાગુ કરવી કેટલી યોગ્ય છે? એવો સવાલ કર્યો હતો. અત્યાર સુધી આરટીઓ શું કરતી હતી. આરોપી પાસે દસ્તાવેજ હતા અટેલે પોલીસને જાણ થઈ કે ટેક્સ ભરાયો નથી, હજી કેટલા દસ્તાવેજ જોઈએ છે? સુપ્રીમ અને હાઈ કોર્ટનો ચુકાદો છે કે કોઈ વ્યક્તિને પોતાની સામેન ખોટો કેસ દાખલ થયાનું જણાય તો ક્યાંયથી પણ આગોતરા જામીન અરજી કરી કે છે.આમ છતાં ઔરંગાબાદ જઈને તપાસ કરવી છે, એમ પોલીસે જણાવે છે. પોલીસ કસ્ટડી મેળવવા આ વાત ખોટી છે. આરોપીની ધરપકડ કરવા પૂર્વે નોટિસ આપવી જરૃરી હતી, તેમ છતાં ધરપકડ કરવામાં ઔવી છે.
ૈૈ પુરાવા નષ્ટ કરવા અને ઠગાઈ કરવાનો ગુનો
વિશાલ સામે વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યો છે. કલમ ૨૦૧ હેઠળ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યાનો ગુનો દાખલ કરાયો છે. સગીર સાથે કારમાં રહેલા ડ્રાઈવરને 'તુ કાર ચલાવતો હતો એવું પોલીસને ખોટું જણાવ' એવું અગ્રવાલે જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વળી કારનું રજિસ્ટ્રેશન થયું નહોવા છતાં રજિસ્ટ્રેશન થયાનંુ પોલીસને ખોટું જણાવ્યું હોવાની પણ પોલીસે નોંધ લીધી હતી. આથી અગ્રવાલ સામે કલમ ૪૨૦ હેઠળ બીજો ગુનો બને છે. ફોરેન્સિક ટીમે કારની તપાસણી પૂર્ણ કરી છે. અકસ્માતમાં થયેલી કાર અગ્રવાલની કંપનીના નામે છે અને હાલ યેરવડા પોલીસના કબજામાં છે.
iૈૈ