નવી મુંબઇના બિલ્ડરે શેર ટ્રેડિંગ પુણેમાં શેર બજારમાં રોકાણના બહાને રૃા. 26 કરોડની છેતરપિંડીફ્રોડમાં રૃા. 13.5 કરોડ ગુમાવ્યા
ઠગોએ વિવિધ માધ્યમ થકી સંપર્ક કર્યો
મુંબઇ : નવી મુંબઇના બિલ્ડર સાથે સાયબર ઠગે શેર ટ્રેડિંગના બહાને રૃા. ૧૩.૫ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જ્યારે પુણેમાં શેર માર્કેટમાં રોકાણના નામે ૨૬૧ જણ સાથે રૃા. ૨૬.૪૧ કરોડ છેતરપિંડી કરવાના આરોપસર લશ્કરના નિવૃત જવાન સહિત સાત જણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
નવી મુંબઇના બિલ્ડરનો આરોપી ટોળકીએ વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કર્યો હતો. તેમણે બિલ્ડર પાસેથી શેર ટ્રેડિંગમાં રોકાણના નામે જુદા જુદા બેંક ખાતામાં અંદાજે રૃા. ૧૩.૫ કરોડથી વધુ જમા કરાવ્યા હતા. પછી સાયબર ટોળકીએ બિલ્ડરને વળતર કે રોકાણ કરેલી રકમ પાછી આપી નહોતી.બિલ્ડર સાથે વાત પણ કરતા નહોતા. આથી બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કદમે કહ્યું હતું કે બિલ્ડરની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૯ (૨૦), ૩૧૮ (૪૦), આઇટી એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય એક મામલામાં પુણેના મુંઢવા પોલીસ સ્ટેશનમાં નિવૃત લશ્કરી જવાન સુરેશ સહિત સાત જણ સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે વર્ષ ૨૦૨૦માં એસ.જી. ટ્રેડર્સ નામની કંપની શરૃ કરી હતી. શેર બજારમાં રોકાણ પર લોકોને પાંચથી દસ ટકા વળતરની ખાતરી આપી હતી. આરોપીઓએ રોકાણકારોને સાડા ત્રણ વર્ષ સુધી વળતર આપ્યું હતું. પરંતુ બાદમાં પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. ગત મહિને સુરેશ ઓફિસ બંધ કરીને પલાયન થઇ ગયો હતો છેવટે આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધી આરોપીઓએ ૨૬૧ રોકાણકાર સાથે રૃા. ૨૬.૪૧ કરોડની છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડયું છે.