Get The App

બીએસસી અને બીએસસી આઈટી સત્ર-૫નું પરિણામ જાહેર

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
બીએસસી અને બીએસસી આઈટી સત્ર-૫નું પરિણામ જાહેર 1 - image


મુંબઈ યુનિવર્સિટીનું 21 દિવસમાં રીઝલ્ટ તૈયાર

બીએસસીમાં 63 ટકા તો બીએસસી આઈટીમાં 70 ટકા વિદ્યાર્થીઓ પાસ

મુંબઈ -  મુંબઈ યુનિવર્સિટીના ૨૦૨૪ના શિયાળુ (દિવાળી) સત્રમાં લેવાયેલી બીએસસી અને બીએસસી આઈટી થર્ડ યર સેમેસ્ટર-૫નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બંને પરીક્ષાનું પરિણામ અનુક્રમે ૬૩.૩૫ ટકા અને ૬૯.૮૨ ટકા આવ્યું છે.

બીએસસી સેમેસ્ટર પાંચની પરીક્ષા માટે ૬૮૭૯ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું. જેમાંથી ૬૭૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંના ૪૨૪૫ વિદ્યાર્થીઓ પાસ થતાં પરિણામ ૬૩.૩૫ ટકા આવ્યું છે. જ્યારે બીએસસી આઈટી સેમેસ્ટર-૫ની પરીક્ષા માટે ૧૦,૬૮૩ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું. તેમાંના ૧૦,૫૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરંતુ ૭,૩૭૭ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. આથી આ પરીક્ષાનું પરિણામ ૬૯.૮૨ ટકા આવ્યું છે. 

ખાસ તો એ કે આ બંને પરીક્ષાનું પરિણામ માત્ર ૨૧ દિવસમાં જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા યોગ્ય રીતે લઈ, તેનું પરિણામ સમયસર જાહેર કરવા માટે યુનિવર્સિટીની સમગ્ર ટીમ કાર્યરત છે, જેના કારણે જ પરિણામ વહેલું જાહેર કરી શકાયું છે, એવું પરીક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.



Google NewsGoogle News