વિદ્યાર્થીઓ દ્વારા જાતીય સંબંધ પર પ્રતિબંધનો કાયદો લાવોઃ કંગના

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ દ્વારા જાતીય સંબંધ પર પ્રતિબંધનો કાયદો લાવોઃ કંગના 1 - image


- સ્ત્રીને લલચાવી છોડી દેનારા સામે પણ કાયદો  બને

- હવે સંબંધોમાં ચીટિંગ પર પ્રતિબંધ એવા ફેક ન્યૂઝ પર રિએક્શન બાદ પોસ્ટ ડિલીટ કરી

મુંબઈ  : કેન્દ્ર સરકાર પરીક્ષામાં ચીટિંગ પર પ્રતિબંધ મુકવા કાયદો લાવી રહી છે તેને પગલે સંબંધોમાં ચીટિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે તેવા એક ફેક ન્યૂઝ પર ઉતાવળે રિએક્શન આપવા જતાં કંગના વિવાદમાં ફસાઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક લાંબીલચક પોસ્ટમાં લખી નાખ્યું હતું કે સંબંધોમાં બેવફાઈ માટે પણ કાયદાકીય સજા જરુરી છે. તેણે વિદ્યાર્થી અવસ્થામાં જાતીય સંબંધો પર પ્રતિબંધની પણ માગણી કરી હતી. જોકે, પોતે એક ફેક ન્યૂઝને સાચા માની રિએક્ટ કરી રહી છે તેવો ખ્યાલ આવતાં તેણે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી હતી. જોકે, આ પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ચૂક્યો છે. 

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે સરકાર સંબંધોમાં બેવફાઈ પર પ્રતિબંધ લાવી રહી છે. તો તેની સાથે હુ સરકારને વિનંતી કરું છું કે કોઈ પુરુષ સ્ત્રીને લલચાવી ઉપભોગ કરી છોડી દે તેના પર પણ પ્રતિબંધ આવવો જોઈએ અને તેવા કિસ્સામાં પુરુષે સ્ત્રીને આજીવન ભરણપોષણ ચુકવવું પડે તેવી જોગવાઈ થવી જોઈએ. ટૂંકા સમયગાળા માટે જાતીય સંબંધો કે એકથી વધુ પાર્ટનર સાથેના સંબંધો પર પણ પ્રતિબંધ હોવો જોઈએ.  ભારતમાં જાતીય સંબંધો માટે પણ એક લઘુત્તમ વયમર્યાદા નક્કી થવી જોઈએ અને બાળ લગ્નોની સાથે સાથે આજકાલ મોટાં શહેરોમાં શાળાએ જતાં બાળકો પણ સોશિયલ મીડિયા થકી સંબંધો વિકસાવે છે અને જાતીય સંબંધોમાં રાચે છે તે પ્રતિબંધિત થવું જોઈએ. 

જોકે, બાદમાં કંગનાને ખ્યાલ આવ્યો હતો કે વાસ્તવમાં સરકાર સંબંધોમાં ચીટિંગ પર પ્રતિબંધ લાવતો કોઈ કાયદો લાવવાની નથી આથી તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં સંખ્યાબંધ નેટ યૂઝર્સએ કંગના પર ટીકાની ઝડીઓ વરસાવી હતી. કેટલાક લોકોએ લખ્યુ ંહતું કે કંગનાને પોતાને ભૂતકાળમાં પ્રેમમાં બેવફાઈનો અનુભવ થઈ ચૂક્યો છે અને તેનો ઊભરો તે અહીં ઠાલવી રહી છે.


Google NewsGoogle News