નવી મુંબઈમાં લાંચિયો મહેસૂલી કર્મચારી રંગે હાથ ઝડપાયો
જમીન રેકર્ડમાં ફેરફાર માટે પૈસા માગ્યા
રૃા.1 લાખની લાંચ માગી, રૃા.40 હજાર લઈ રહ્યો હતો ત્યારે જ એસીબીની ટીમ ત્રાટકી
મુંબઇ : નવી મુંબઇમાં જમીનના રેકોર્ડ માટે રૃા.એક લાખની લાંચ માગનારા મહેસૂલ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી રૃા.૪૦ હજારની લાંચ લેતા આરોપીને પકડવામાં આવ્યો હતો.
એસીબીના નવી મુંબઇ યુનિટના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ શિવરાજ મ્હેત્રેએ જણાવ્યું હતું કે આરોપી કિરણ અર્જુ ગોરે (ઉ.વ.૪૮) પનવેલ તહેસીલ ઓફિસમાં રેવન્યુ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
આરોપી ગોરેએ ફરિયાદી પાસેથી તેની પિતૃક જમીનને બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ હેઠળ કેટેગરી-બેમાંથી કેટેગરી-૧માં રૃપાંતરિત કરવા માટે રૃા.એક લાખની માંગણી કરી હતી.
આ વ્યક્તિએ વાટાઘાટો કરી લાંચની રકમ રૃા.૮૦ હજાર આપવાની તૈયારી દાખવી હતી. બીજી તરફ તેણે એન્ટી કરપ્શન બ્યુરોને મામલાની જાણ કરી હતી.
આરોપી ગોરએ ે ફરિયાદી પાસેથી લાંચના ભાગરૃપે રૃા.૪૦ હજાર લઇ રહ્યો હતો. તે સમયે એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને તેને પકડી લીધો હતો. પનવેલ પોલીસ સ્ટેશનમાં ગોરે સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.