સીબીઆઈએ શીના બોરાના અવશેષો ગણાવ્યાં હતાં તે હાડકાં જ ગૂમ
હાઈ પ્રોફાઈલ હત્યા કેસમાં ઈન્દ્રાણી સામેનો મહત્ત્વનો પુરાવોજ ગાયબ
પેણ પોલીસે 2012માં જંગલમાંથી જપ્ત કરેલાં હાડકાં હવે મળતાં જ નથી તેવી સરકારી પક્ષની કોર્ટમાં કબૂલાત
મુંબઈ : હાઈ પ્રોફાઈલ શીના બોરા હત્યા કેસમાં મહત્ત્વનો પુરાવો ગુમ થયો હોવાનું જણાયું છે. સરકારી પક્ષે કોર્ટને જાણ કરી હતી કે શીના બોરાના અવશેષ હોવાનો સીબીઆઈ દાવો કર્યો હતો એ હાડકાં કથિત રીતે ગુમ જણાયા છે.
શીના બોરાની હત્યા ૨૦૧૨માં થઈ તે જ વર્ષે મહારાષ્ટ્રની પેણ પોલીસે તેનાં હાડપિંજરના અવશેષો મેળવ્યાં હતાં. હવે એ અવશેષો ગાયબ છે એવું સરકારી પક્ષનુ ંકહેવું છે. સરકારી વકિલ સીજે નાંદોડે વિશેષ સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે આ હાડકાનું ફોરેન્સિક વિશ્લેષણ થાય તે બહુ જરુરી છે પરંતુ સઘન તપાસ કરવા છતાં પણ તેની ભાળ મળતી જ નથી.
૨૦૧૨માં શરૃઆતમાં હાડકાંની તપાસ કરનાર અને તે માનવીય હાડકાં હોવાના નિષ્કર્ષ આપનારા જેજે હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાત ડો. ઝેબા ખાનની ઉલટતપાસ થઈ રહી હતી ત્યારે સરકારી પક્ષે આ વાત જણાવી હતી. સરકારી પક્ષની વાતને પ્રસ્થાપિત કરપવા ખાનની જુબાની જરુરી હતી.
સરકારી પક્ષે અગાઉ હાડકાં શોધવા વધુ સમય માગ્યો હતો અને બચાવ પક્ષે તેનો વિરોધ કર્યો નહોતો. જોકે, હાડકાાં ન મળતાં છેવટે સરકારી પક્ષે હાડકાંનો પુરાવા તરીકે ઉપયોગ કર્યા વિના ડો. ખાનની ઉલટ તપાસ સાથે જ આગળ વધવાનું નકકી કર્યું હતું. બચાવ પક્ષે આ બાબતે કોઈ વિરોધ કર્યો નથી. દેખીતી રીતે જ સરકારી પક્ષની આ રજૂઆત બાદ કેસ નબળો પડી શકે છે.
સીબીઆઈએ એવો આરોપ મૂક્યો હતો કે ઈન્દ્રાણી મુખરેજા તથા તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામવર રાયે ૨૦૨૧માં શીનાનું ગળું ઘોંટી તેની હત્યા કરી હતી. બાદમાં શીનાનો મૃતદેહ પેણ નજીકના જંગલમાં લઈ જઈ બાળી નાખવામાં આવ્યો હતો.
૨૦૧૨માં પેણ પોલીસને મળેલા અવશેષો જેજે હોસ્પિટલમાં મોકલાવાયા હતા. ૨૦૧૫માં રાયની ધરપકડ થઈ ત્યારે આ હત્યા કેસનો ભાંડો ફૂડયો હતો.
ત્યાર બાદ ખાર પોલીસે ઘટનાસ્થળેથી વધુ અવશેષો કબજે કરીને દિલ્હીની એઈમ્સમાં મોકલાવીને ૨૦૧૨માં મળેલા અવશેષો અને આ અવશેષો એક જ વ્યક્તિના છ કેમ તે નક્કી કરી આપવા તપાાસવા આપ્યા હતા.
સીબીઆઈએ બંને અવશેષો શીના બોરાના હોવાનું જણાવ્યું હતું. જોકે મુખ્ય આરોપી શીનાની માતા ઈન્દ્રાણીના વકીલે આ અવશેષો શીનાના હોવાના સીબીઆઈના દાવાને ફગાવ્યો હતો. ઈન્દ્રાણીના વકીલે કહ્યુ ંહતું કે ૨૦૧૨માં મળેલા અવશેષો અને ૨૦૧૫માં મળેલા અવશેષો એક જ વ્યક્તિના નથી.