આજે પરેડમાં બોમ્બે સેપર્સનું નેતૃત્વ પહેલીવાર મહિલા અધિકારી કરશે
300 વર્ષમાં પહેલીવાર ઘટના
દિલ્હીમાં 31 વર્ષીય મેજર દિવ્યા ત્યાગી લશ્કરના એન્જિનિયર્સની ટૂકડીનું નેતૃત્વ કરશે
મુંબઇ : પ્રજાસત્તાક દિન નિમિત્તે આવતી કાલે રાજધાની દિલ્હીમાં યોજાનારી પરેડમાં બોમ્બે સેપર્સની ટુકડીનું નેતૃત્વ પહેલી જ વખત મહિલા અધિકારી કરશે. બોમ્બે સેપર્સના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં શાનદાર પરેડમાં તમામ પુરુષ અફસરોનું નેતૃત્વ સંભાળવાનું માન ૩૧ વર્ષની મેજર દિવ્યા ત્યાગીને મળ્યું છે.
ભારતીય લશ્કરના એન્જિનિયરોની ટુકડી બોમ્બે સેપર્સના નામે ઓળખાય છે. મેજર ત્યાગી આઠ વર્ષ પહેલા આ ૧૧૫ એન્જિનિયર રેજિમેન્ટમાં જોડાયા હતા, અને આટલા ટુંકા ગાળામાં પરેડ વખતે કન્ટીજન્ટ કમાન્ડર તરીકે બોમ્બે સેપર્સનું નેતૃત્વ સંભાળવાની સિદ્ધિ મેળવી છે.
બ્રિટીશ રાજ વખતે બોમ્બે પ્રેસિડેન્સી આર્મી હેઠળ બોમ્બે સેપર્સ નામની ઇજનેરોની રેજિમેન્ટ અસ્તિત્વમાં આવી હતી. બોમ્બે સેપર્સનું મુખ્ય મથક પુણે પાસે ખડકીમાં છે. આમ તો બોમ્બે સેપર્સની રચના ૧૭૭૭માં થઇ હતી. જો કે સત્તાવાર ગુ્રપ તરીકે ૧૮૨૦માં બોમ્બે સેપર્સ એન્ડ માઇનર્સની રચના થઇ હતી. બોમ્બે એન્જિનિયરિંગ ગુ્રપે છેલ્લા ૩૦૦ વર્ષ દરમિયાનમ યુદ્ધ વખતે બનાવેલી ઉલ્લેખનીય કામગીરીને લીધે સર્વોચ્ચ ુખિતાબો અને ચંદ્રકો મેળવ્યા છે.