Get The App

રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, જામીન પર સુનાવણી 25 ઓગસ્ટ સુધી સુરક્ષિત

Updated: Aug 18th, 2021


Google NewsGoogle News
રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, જામીન પર સુનાવણી 25 ઓગસ્ટ સુધી સુરક્ષિત 1 - image


મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલ જે કેસની તપાસ કરી રહી હતી. તે કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે જામીનની સુનાવણી 25 ઓગસ્ટ સુધી માટે સુરક્ષિત કરી લીધી છે.

રાજ કુંદ્રા અત્યારે પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે. સાયબર સેલનો કેસ આનાથી અલગ છે. આ મામલાની તપાસ ગયા વર્ષથી મહારાષ્ટ્ર સાયબર સેલ કરી રહી છે. આ કેસ 2020નો છે. સાયબર સેલે જ FIR નોંધી હતી જેનો કુંદ્રા આરોપી છે. આ કેસમાં કુંદ્રાનુ નિવેદન પણ નોંધાયુ હતુ.

આ કેસમાં હાટ્શૉટ પણ એક આરોપી છે આ કેસમાં કુંદ્રાએ સેશન કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ એપ્લિકેશન ફાઈલ કરી હતી. 

શુ છે કેસ

મહારાષ્ટ્ર સાયબરે કથિત રીતે અશ્લીલ વીડિયો જોવા માટે એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સ્થિત વિભિન્ન ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ અને વેબસાઈટના ડાયરેક્ટર અથવા માલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સાઈબર દ્વારા જારી એક નિવેદન અનુસાર, ALT Balaji, Hotshot, Flizmovies, Feneo, Kukoo, Neoflix, Ullu, Hotmasti, Chikooflix, Primeflix, Wetflix  જેવી વેબસાઈટ અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો મેળવવામાં આવ્યા હતા. જે બાદ તેમના ડાયરેક્ટર અથવા માલિક વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

અત્યારે જેલમાં છે રાજ કુંદ્રા

પોર્ન વીડિયો બનાવવા અને તેને એપ દ્વારા સ્ટ્રીમ કરવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તે પણ જેલમાં છે. મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસે કહ્યુ છે કે અત્યાર સુધી થયેલી પૂછપરછના આધારે શિલ્પાની સંડોવણી સામે આવી નથી.


Google NewsGoogle News