એનએસઈના એમડીના ડીપફેક વીડિયો તાત્કાલિક હટાવવા બોમ્બે હાઈકોર્ટનો નિર્દેશ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
એનએસઈના એમડીના ડીપફેક વીડિયો તાત્કાલિક હટાવવા બોમ્બે હાઈકોર્ટનો નિર્દેશ 1 - image


એનએસઈના ટ્રેડમાર્કનો ભંગ થયો

કથિત ડીપફેક વીડિયોમાં સ્ટોકસની ભલામણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને ચીફ એક્ઝીકયુટીવ ઓફિસરનો કથિત ડીપફેક વીડિયો સામે તાત્કાલિક પગલાં ભરવા બોમ્બે હાઈકોર્ટે સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નિર્દેશ આપ્યા છે. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને એનએસઈના ટ્રેડમાર્કનું ઉલ્લંધન કરતા તમામ અકાઉન્ટસ ડિલિટ કરવા અથવા હટાવી દેવા બોમ્બે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા.

બોમ્બે હાઈકોર્ટની જસ્ટિસ આરઆઈ ઠાગકાની સીંગલ બેન્ચે કહ્યું કે એનએસઈના ટ્રેડમાર્કનો બિનઅધિકૃત ઉપયોગ શંકાસ્પદ વેબપેજ અથવા પ્રોફાઈલ, અકાઉન્ટસ અને/ અથવા જાહેરાત માટે કરવાની ફરિયાદ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને આવા વીડિયો દસ કલાકમાં અને હટાવવા જોઈએ.

કથિત ડીપફેક વીડિયોમાં એનએસઈના એમડી અને સીઈઓ વોટસએપ કમ્યુનિટીમાં જોડાવાની યુઝર્સને ભલામણ કરી રહ્યા છે. વોટસએપ કમ્યુનિટીમાં ક્યા સ્ટોકસ લેવા તેવી ભલામણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. રોકાણકારોને નુકસાન થાય તો સંપૂર્ણ રીતે ભરપાઈ કરી આપવામાં આવશે તેવું પણ ડીપફેક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું.

એનએસઈએ એપ્રિલ મહિનામાં સાયબર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.



Google NewsGoogle News