Get The App

પ્રદૂષણને લઈ CM એકનાથ શિંદેનો મોટો નિર્ણય, મુંબઈમાં ફટાકડા ફોડવા સહિતના નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
પ્રદૂષણને લઈ CM એકનાથ શિંદેનો મોટો નિર્ણય, મુંબઈમાં ફટાકડા ફોડવા સહિતના નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો 1 - image


 Image:freepik 

નવી મુંબઇ,તા. 9 નવેમ્બર 2023, ગુરુવાર 

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ગુરુવારે રાજ્યમાં પ્રદૂષણની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલ પણ હાજર હતા. 

આ બેઠકમાં CM શિંદેએ BMC અને પોલીસ પ્રશાસનને વિશેષ સૂચનાઓ આપી છે. દિવાળીના દિવસે મુંબઈમાં માત્ર લોકોને જ 7થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે. 

બોમ્બે કોર્ટ દ્વારા આપવામાં આવેલા 4 દિવસના સમયમાં અત્યાર સુધી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 170 થી ઘટીને 133 પર આવી ગયો છે. જો ચાર દિવસ પછી પ્રદૂષણ સામાન્ય નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે અને જે બિલ્ડીંગોએ એક પણ નિયમનું પાલન કર્યું નથી તેના પર કામ બંધ કરવામાં આવશે. જે બિલ્ડિંગો નિયમોનું પાલન નહીં કરે તેનું બાંધકામ બંધ કરવામાં આવશે. 

આ બેઠકમાં મુખ્યમંત્રીએ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ પુણે અને સંભાજીનગરમાં પણ વધી રહેલા પ્રદૂષણ અંગે વાત કરી હતી અને જરૂરી પગલાં ભરવા સૂચના આપી હતી.

પાણીના છંટકાવનો વ્યાપ વધારવામાં આવશે

આ સિવાય CM એ BMC ને કહ્યું કે, દરરોજ 600 કિલોમીટરના રસ્તા પર પાણીનો છંટકાવ 600થી વધારીને 1000 કરવો જોઈએ, પરંતુ BMCએ જવાબમાં કહ્યું કે, માનવ સંસાધનોની અછતને કારણે આ પગલું આટલું જલ્દી નથી નહી લેવાઇ શકે.


Google NewsGoogle News