ડોક્ટરો પર હુમલો કરનારા સૌથી મોટા અપરાધી, અજય દેવગણે વ્યક્ત કર્યો ગુસ્સો
મુંબઇ, તા.12 એપ્રિલ 2020, રવિવાર
પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો પર દેશમાં સંખ્યાબંધ જગ્યાએ હુમલા થયા હોવાની અથવા તો તેમને ધમકીઓ અપાઈ હોવાના કિસ્સા બન્યા છે.
જેને લઈને બોલીવૂડ સુપર સ્ટાર અજય દેવગણ અકળાઈ ઉઠ્યો છે. સિંઘમ અજય દેવગણે સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યુ હતુ કે, ભણેલા ગણેલા લોકો માત્ર પોતાની મનઘંડત ધારણાઓના આધારે ડોક્ટરો પર હુમલો કરતા હોવાના રિપોર્ટસ વાંચુ છું અને મને ગુસ્સો આવી રહ્યો છે. આવા લોકો જ સૌથી મોટા અપરાધી છે.
ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોને તેમના પાડોશીઓ દ્વારા ધમકીઓ પણ અપાઈ રહી છે.કેટલીક જગ્યાએ તેમની સાથે ઝપાઝપી અને હાથાપાઈ પણ થતી હોય છે. તપાસ માટે જતા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાની ઘટનાઓ પણ બની ચુકી છે.
DISGUSTED & ANGRY to read reports of “educated” persons attacking doctors in their neighbourhood on baseless assumptions. Such insensitive people are the worst criminals😡#StaySafeStayHome #IndiaFightsCorona
— Ajay Devgn (@ajaydevgn) April 12, 2020