સેન્ટ્રલ રેલવેમાં બ્લોકથી મુંબઈ બાનમાં: ટ્રેનો એક-એક કલાક મોડી, તમામ સ્ટેશનો ચક્કાજામ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ  રેલવેમાં  બ્લોકથી મુંબઈ બાનમાં: ટ્રેનો એક-એક કલાક મોડી, તમામ સ્ટેશનો ચક્કાજામ 1 - image


- લોકલની ભીડથી બેસ્ટ અને મેટ્રો પણ હાઉસફૂસ, ટેક્સીઓને તડાકો, એસટીએ ખાસ બસો દોડાવી

- અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓમાં લોકોએ ફરજિયાત રજા રાખવી પડી:  161 લોકલો અને છ લાંબા અંતરની ટ્રેનો રદ થઇ

મુંબઇ : થાણે સ્ટેશને પ્લેટફોર્મને પહોળા કરવાના કામ માટે રખાયેલા ૬૩ કલાકના બ્લોકને કારણે શુક્રવારે સબર્બન પ્રવાસીઓએ ખૂબ જ ભીડ અને વિલંબથી ચાલતી ટ્રેનોમાં પ્રવાસ કર્યો હતો. ગુરુવાર રાતથી શરૂ થયેલા મેગાબ્લોકે લાખો નોકરિયાતોને હાલાકીમાં મૂક્યા હતા.

થાણે સ્ટેશને રાતદિવસ યુદ્ધના ધોરણે કામગીરી : આખી રાત જેસીબી સહિતની મશીનરી ઉતારી ટ્રેક ઉખાડી દૂર ખસેડાયા અને મિલિટરી બેગનમાં પ્રિકાસ્ટ વિશાળ બ્લોક્સ લગાવી પ્લેટફોર્મ વિસ્તરણ શરુ કરાયું

બ્લોકને કારણે સેન્ટ્રલ લાઇનના મુખ્ય સ્ટેશનો પર ટ્રેનો ૩૦થી ૬૦ મિનિટનાં વિલંબથી દોડી રહી હતી. શુક્રવારે ૧૬૧ લોકલો અને છ લાંબા અંતરની ટ્રેનો રદ  રહી હતી. રેલવેએ અગાઉથી જ લોકોને અનાવશ્યક પ્રવાસ  ટાળવાની અને કાર્યાલયોને કર્મચારીઓને વર્કફ્રોમ હોમ આપવાની અપીલ કરી હતી.

ે. બ્લોક દરમિયાન થાણે સ્ટેશને હાથ ધરાયેલા કામ વિશે જણાવતા સેન્ટ્રલ રેલવેએ કહ્યું હતું કે શેડયુલ પૂર્વે જ તેમણે ઘણું ખરું કામ પૂર્ણ કરી લીધું હતું. જેમાં ટ્રેકને તેની મૂળ જગ્યાએથી ખસેડવાનું કામ પૂર્ણ થયું છે. ટ્રેક ઉપર  પાથરવાનું કામ ચાલુ હતું. સવારે ૮.૦૪ વાગ્યે અપ સ્લો લાઇને ફીટ ઠરાવવામાં આવી હતી. આ કામ બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધીમાં થવાનું હતું જે લગભગ સાડા ત્રણ કલાક પહેલાં જ પૂર્ણ થયું હતું.થાણે સ્ટેશન ગઈકાલ રાતથી આજે આખો દિવસ પણ આ કામગીરીથી ધમધમતું ર હ્યું હતું. 

ઉપરાંત શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ પ્લેટફોર્મની પહોળાઇ વધારવા માટે સિમેન્ટની પ્રિ કાસ્ટ વિશાળ ઈંટો લગાવવાનું કામ શરુ કરાયું હતું. આ ઈંટો ખાસ મિલિટરી વેગનમાં લાવવામાં આવી હતી અને ટ્રેક પર ક્રેઈન્સ મૂકીને તે  પ્લેટફોર્મની સમાંતર લગાવવામાં આવી હતી.  ૭૫૦ ઇંટો એક પ્લેટફોર્મ માટે લાગશે. શનિવારે સાંજ સુધીમાં આ કામ પૂરું થઇ ગયા બાદ રવિવારે અંતિમ તબક્કાનમું કામ શરૂ થશે. ત્યારબાદ પ્રવાસીઓ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ થઇ જશે. થાણેના  પાંચ અને છ નંબરના પ્લેટફોર્મ પરથી ફાસ્ટ લોકલો દોડે છે અને લાંબા અંતરની ટ્રેનોને પણ ત્યાં  હોલ્ટ મળે છે. તેથી આ પ્લેટફોર્મ પર અધિક ભીડ રહેતી હતી. તેને પહોળો કરવાની આવશ્યક્તા હતી. રેલવેના અંદાજે ૫૫૦થી ૬૦૦ અધિકારી, કાર્યવાહી અને મજૂરોએ યંત્રોની મદદથી લગભગ ગુરુવાર રાતથી આઠ કલાકમાં ટ્રેકને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસેડી હતી. શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પ્લેટફોર્મની પહોળાઇ વધારવાનું કામ હાથ ધરાયું હતું.

રવિવારે બીજી જૂને સેન્ટ્રલ તથા હાર્બરમાં મળીને ૩૦૦થી વધુ લોકલો ૬૩ કલાકના મેગાબ્લોકને કારણે રદ રહેવાથી પ્રવાસીઓની રાહત માટે પશ્ચિમ રેલવેમાં રવિવારનો મેગાબ્લોક રદ કરવામાં આવ્યો છે. અગાઉના આયોજન મુજબ ચર્ચગેટ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મેગાબ્લોક રાખવાની સૂચના પશ્ચિમ રેલવે તરફથી મળી હતી.


Google NewsGoogle News