Get The App

શિંદે-ફડણવીસ સરકારના મરાઠા અનામત અંગેના નિર્ણયથી ભાજપના જ કેન્દ્રીયમંત્રી નારાજ, દર્શાવી અસહમતિ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
શિંદે-ફડણવીસ સરકારના મરાઠા અનામત અંગેના નિર્ણયથી ભાજપના જ કેન્દ્રીયમંત્રી નારાજ, દર્શાવી અસહમતિ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 29 જાન્યુઆરી 2024 સોમવાર

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સોમવારે કહ્યુ કે તેઓ મહારાષ્ટ્ર સરકારના તે નિર્ણયથી સહમત નથી, જેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી મરાઠાને અનામત મળી જતુ નથી ત્યાં સુધી તેમને ઓબીસીને મળી રહેલા તમામ લાભ મળશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાણેએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ કે આ અન્ય પછાત વર્ગમાં અતિક્રમણ હશે તથા તેનાથી મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાઈ શકે છે.

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની માંગણીઓ માની લીધા બાદ શનિવારે પોતાના અનિશ્ચિતકાળના ઉપવાસ ખતમ કરી દીધા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મરાઠાઓને અનામત મળી નથી જતી ત્યાં સુધી તેમને ઓબીસીને પ્રાપ્ત તમામ લાભ મળશે. 

રાણેએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ કે તે રાજ્ય સરકારના નિર્ણયને તથા અનામતના સંબંધમાં મરાઠા સમુદાયને તેમના દ્વારા આપવામાં આવેલા આશ્વાસનને મંજૂર કરતા નથી. તેમણે કહ્યુ, તેનાથી ઐતિહાસિક વારસાવાળા મરાઠા સમુદાયનું દમન થશે અને આ અન્ય પછાત સમુદાયોમાં પણ અતિક્રમણ થશે. તેમણે કહ્યુ, તેનાથી રાજ્યમાં અશાંતિ ફેલાશે. તેમણે કહ્યુ કે તેઓ સોમવારે પણ આ મુદ્દે બોલશે. 

બિલ અંગે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યુ?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, કાલના બિલથી મરાઠા સમુદાયના અધિકાર તેમને સરળતાથી મળી ગયા છે. રજીસ્ટર મરાઠા સમુદાય માટે પ્રમાણ પત્ર પ્રાપ્ત કરવુ કાયદેસર હતુ. આવુ કરતી વખતે તેમને 100 ટકા સુરક્ષા પણ આપવામાં આવે છે. તેની પર અમુક નેતાઓની વ્યક્તિગત ભૂમિકા અલગ થઈ જાય છે. હકીકતમાં શું કરવામાં આવ્યુ છે, આ તેમના ધ્યાનમાં લાવવામાં આવશે. સરકારે એક નિર્ણય લીધો છે જેનાથી મરાઠા સમુદાયને લાભ થઈ રહ્યો છે પરંતુ કોઈ પણ સમુદાયની સાથે કોઈ અન્યાય થશે નહીં. તેમાં કોઈને ચિંતા કરવાની કોઈ વાત નથી.

તેમણે કહ્યુ, અમારી સરકાર ઓબીસી સમુદાયની સાથે કોઈ અન્યાય થવા દેશે નહીં. તાજેતરમાં જ મરાઠા સમુદાયને આપવામાં આવેલી અનામતને હાઈકોર્ટમાં અકબંધ રાખવામાં આવી હતી. જોકે, અમુક કારણોથી સુપ્રીમ કોર્ટ તે અનામતને ફગાવી દીધી. અમે આ કારણોને નક્કી કરવા માટે એક સર્વેક્ષણ પણ શરૂ કર્યો છે.

છગન ભુજબળે પણ સરકારના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળે પણ રાજ્ય સરકારના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો છે તથા અન્ય પછાત વર્ગમાં પાછળના દરવાજાથી મરાઠાના પ્રવેશ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ખેડૂત સમુદાય કુણબી ઓબીસીના અંતર્ગત આવે છે અને જરાંગે પણ તમામ મરાઠા માટે કુણબી પ્રમાણપત્ર માંગી રહ્યા છે. જરાંગે મરાઠા માટે અનામતની માંગણીને લઈને ઓગસ્ટથી આંદોલન કરી રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઓબીસીની ચિંતાઓ દૂર કરવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે મરાઠાને પુરાવા વિના કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં.


Google NewsGoogle News