ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીથી હટાવ્યું મુખ્યમંત્રી શિંદે અને અજિત પવારનું નામ, નાછૂટકે લેવો પડ્યો નિર્ણય
Maharashtra Politics : કેન્દ્રની સત્તાધારી અને મહારાષ્ટ્રની સત્તામાં ભાગીદાર ભાજપે શુક્રવારે ચૂંટણી પંચમાં પોતાના સ્ટારપ્રચારકોની એક સુધારેલી યાદી સોંપી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 લોકોના નામ દાખલ છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભાજપે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નામ આ યાદીથી હટાવી દીધું છે. શિંદે જ્યાં શિવસેના પાર્ટીના પ્રમુખ છે, તો અજિત પવાર એનસીપીના પ્રમુખ છે.
શરદ પવારની આગેવાની વાળી એનસીપી-શરદચંદ્ર પવાર પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં અન્ય પક્ષના નેતાઓના નામ સામેલ કરવાને લઈને ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. શરદ પવાર જૂથે આને જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જ્યારબાદ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર) બંને પક્ષોના ટોચના નેતાના નામ હટાવી દીધા.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને એક પત્ર લખીને નવી યાદી મોકલી છે. સિંહે પોતાની યાદીમાં લખ્યું છે કે, આ યાદી મહારાષ્ટ્રના ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણીમાં સામેલ બાકીના સંસદીય ચૂંટણી વિસ્તારો માટે માન્ય ગણવામાં આવી શકે છે, જ્યાં સુધી કે અમે કોઈ વધુ સુધારેલી યાદી ન મોકલીએ.
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના નેતૃત્વ વાળા 'NDA' અને વિપક્ષના 'I.N.D.I.A.' ગઠબંધન રાજ્યમાં ખુબ પ્રચાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાગઠબંધન અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીધી ટક્કર થવાની છે.