પંચાયતની ચૂંટણીમાં અજીત પવારને હોમટાઉનમાં ભાજપનો પડકાર

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
પંચાયતની ચૂંટણીમાં અજીત પવારને હોમટાઉનમાં ભાજપનો પડકાર 1 - image


મહારાષ્ટ્રની સરકારમાં ભાગીદાર છતાં

રાજ્યની ૨૩૫૯ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી

મુંબઇ: સરકારમાં ભાગીદાર છતાં ૨૩૫૯ ગ્રામ પંચાયતની આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં એનસીપી (અજિત પવાર) અને ભાજપ આમને સામને લડી રહ્યા છે. ઍખાસ તો અજિત પવારના હોમ ટાઉન (પૈતૃકગામ) કાટેવાડીમાં ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

બારામતી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો ગઢ છે. કાટેવાડી પવાર પરિવારનું હોમ ટાઉન છે. અજિત છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રામ પંચાયતને નિયંત્રિત કરી રહ્યા હતા. પાર્ટીમાં વિભાજન થયા બાદ ગ્રામ પંચાયત અજિત પવારના જૂથમાં ગઈ છે. જોકે રાજ્યાના શાસક ગઠબંધનમાં સાથે હોવા છતાં ભાજપ કાટેવાડીમાં એનસીપીના અજિત પવાર જૂથ સામે સખત પડકાર ઊભા કર્યા છે. જ્યાં મુખ્ય સ્પર્ધા અજિત પવાર જૂથ અને ભાજપ દ્વારા સમર્પિત પેનલ વચ્ચે છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા ખૂબ જ કપરી બની શકે છે.

રાજ્યના ગ્રામ પંચાયતની ૨૩૫૯ ગ્રામ પંચાયત ૫ નવેમ્બરના રોજ સવારે ૭.૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે.

જ્યારે ગઢ ચિરોલીમાં મતદાન બપોરે ૩ વાગ્યા સુધી થશે. જ્યારે મતગણતરી ૬ નવેમ્બરના રોજ થશે, એમ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું.


Google NewsGoogle News