કીર્તિ વ્યાસની હત્યામાં 2 સહકર્મી સિદ્ધેશ અને તેની પ્રેમિકાને જન્મટીપ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કીર્તિ વ્યાસની હત્યામાં 2 સહકર્મી સિદ્ધેશ અને  તેની પ્રેમિકાને જન્મટીપ 1 - image


અંધેરીની સલૂન મેનેજરની હત્યાના કેસમાં  6 વર્ષ પછી ચુકાદો

સિદ્ધેશ અને સહઆરોપી વચ્ચે અફેર હતું, કીર્તિ સિદ્ધેશને નોકરીમાંથી કાઢી મૂકે તે પહેલાં તેનો કાંટો કાઢી નાખ્યો

કીર્તિની ડેડ બોડી ન મળી હોવા છતાં કીર્તિ આરોપીની કારમાં બેસતી દેખાતાં તથા કારમાંથી મળેલાં લોહીના આધારે ગુનો પુરવાર

મુંબઈ :  અંધેરીના બી બ્લન્ટ સલૂનની ૨૮ વર્ષીય ફાઈનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની ૨૦૧૮માં થયેલી હત્યાના કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે ભૂતપૂર્વ સહકર્મી સિદ્ધેશ તામ્હણકર અને સલૂનની જ એક કર્મચારી એવી તેની પ્રેયસીને કસૂરવાર ઠેરવ્યા બાદ  આજે જન્મટીપની સજા સંભળાવી છે.  આ કેસમાં કીર્તિનો મૃતદેહ હજી પણ પોલીસને મળ્યો નથી. જોકે, કીર્તિ છેલ્લે મહિલા આરોપીની કારમાં બેસતી દેખાઈ હતી. આ કારમાંથી મળેલા લોહીના ડાઘાના આધારે સમગ્ર કેસ પુરવાર થયો હતો. 

એડિશનલ સેશન્સ જજ એમ. જી. દેશપાંડેએ બંને આરોપીને ગઈકાલે હત્યા અને પુરાવા નષ્ટ કરવાના કેસમાં તેમ જ અન્ય સંબંધીત કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

માર્ચ ૨૦૧૮માં ગ્રાન્ટ રોડની રહેવાસી  કીર્તિ  વ્યાસ ગુમ થઈ હતી. ઘરેથી નીકળ્યા બાદ તે ઓફિસ પહોંચી નહોતી અને તેના બંને ફોન બંધ હતા, તેની બહેન શેફાલીએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એક મહિના બાદ પોલીસે હત્યાના આરોપસર સિદ્ધેશ ે તામ્હણકર અને મહિલા સહકર્મીની ધરપકડ કરી હતી. 

 સિદ્ધેશ અને મહિલા સહકર્મી બંને બીબ્લન્ટ ચેઈન ઓફ સલૂન્સના કર્મચારી હતા.  કીર્તિ   અંધેરી પશ્ચિમની બ્રાંચમાં કામ કરતી હતી, જ્યારે સિદ્ધેશ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમા કીર્તિ  ર્નો જુનીયર અને એકાઉન્ટ એક્ઝિક્યુટિવ હતો, મહિલા સહકર્મી સલૂનમાં એકેડેમી મેનેજર તરીકે કામ કરતી હતી.

સરકારી પક્ષના જણાવ્યા અનુસાર સિદ્ધેશ તામ્હણકર અને  મહિલા સહકર્મી  વચ્ચે પ્રેમ હતો અને  કીર્તિ    સિદ્ધેશના કામથી અસંતુષ્ટ હોવાથી તેને કાઢી મૂકવાનું નક્કી કર્યું હતું. તેણે આ બાબતની નોટિસ પણ તેને આપી હતી. ૧૬ માર્ચે  સિદ્ધેશ તામ્હણકરનો કામનો છેલ્લો દિવસ હતો ત્યારે યુગલે  કીર્તિ  ની કથિત હત્યા કરી હતી.

સામાન્ય રીતે હત્યા કેસમાં ડેડબોડી મળે તે બહુ અગત્યનું હોય છે. જોકે, આ કેસમાં સીસીટીવી ફૂટેજમાં કીર્તિ  ગ્રાન્ટ રોડ વિસ્તારમાં તેના ઘર પાસે  મહિલા આરોપીની કારમાં બેસતાં દેખાઈ હતી. આ કારમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ડીએનએ રીપોર્ટમાં આ લોહી કીર્તિનું  માસિક ધર્મનું હોવાનું પુરવાર થયું હતું.  કારમાંથી કીર્તિના વાળ પણ મળ્યા હતા. ડીએનએ રીપોર્ટ માં આ લોહી તથા વાળ કીર્તિના હોવાનું પુરવાર થયું હતું. તેના આધારે પોલીસે યુગલને દોષિત ઠેરવ્યું હતું. 

તામ્હણકર જેલમાં હતો જ્યારે મહિલા સહકર્મીને સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૨૧માં જામીન આપ્યા હતા.



Google NewsGoogle News