લાતૂરમાં બર્ડ-ફલૂથી હાહાકારઃ મરઘીના 4200 બચ્ચાંના મોત
ઉદ્ગીરમાં એક સાથે 60 કાગડાંનાં મોત
પોલટ્રીફાર્મના માલિકે સમયસર જાણ નહિ કરતાં ચેપ વધારે ફેલાયો
મુંબઈ - મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં બર્ડ-ફલૂને કારણે હાહાકાર મચી ગયો છે. અહેમદપુર તાલુકાના ધળેગાંવના એક પોલ્ટ્રીફાર્મમાં ૪૨૦૦ મરઘીના બચ્ચા માર્યા ગયા હતા.
બે-ત્રણ દિવસમાં જ પાંચથી છ દિવસના આ બચ્ચાના મોતને પગલે બર્ડ-ફલૂની બીમારી ફેલાઈ હોવાની દહેશત વ્યાપી છે સંબંધિત પોલ્ટ્રીફાર્મના માલિકે એક પછી એક બચ્ચા મરવા માંડયા છતાં પશુ સંવર્ધન ખાતાના સત્તાવાળાને જાણ નહોતી કરી. આને લીધે ચેપ ઝડપથી ફેલાતો હતો અને ૪૫૦૦ મરધીના બચ્ચાનો ભોગ લેવાયો હતો.
આ ઘટનાને પગલે સરકારી અધિકારીઓ ધૂળેગાંવના ફાર્મમાં પહોંચી ગયા હતા અને મૃત બચ્ચાના શરીરમાંથી સેમ્પલ એકઠા કરીને વધુ તપાસ અને પરીક્ષણ માટે પુણેની એનિમલ ડિસીઝ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીમાં મોકલ્યાં છે.
આ મહિનાની શરૃઆતમાં ઉદગીર ગામે એક સાથે ૬૦ કાગડા મરી ગયા હતા. સ્સ્ટમાં જણાવ્યું હતું કે બર્ડ-ફલૂને લીધે કાગડા મરી ગયા હતા.
પશુ સંવર્ધન ખાતાના ડેપ્યુટી કમિશનર ડો.શ્રીધર શિંદે અને તેમની ટીમે અસરગ્રસ્ત ફાર્મની અને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી અહમદપુર વેટરનીટી હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર ડો.શિવાજી ક્ષરસાગરે આ વિસ્તારના પોલ્ટ્રીફાર્મના માલિકોને તેમના ફાર્મ રજિસ્ટર કરાવી લેવાની અને મરઘી, કૂકડા કે બચ્ચાનામૃત્યુની ઘટના બને તો તરત જ સરકારી વિભાગને જાણ કરવાની તાકીદ કરી છે જેને કારણે બર્ડ-ફલૂની બીમારી અટકાવવા ઝડપથી પગલાં લઈ શકાય.