મુંબઈ સહિત દેશનાં 3 એરપોર્ટ પર ઈમીગ્રેશન માટે બાયોમેટ્રિક સિસ્ટમ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
મુંબઈ સહિત દેશનાં 3 એરપોર્ટ પર ઈમીગ્રેશન માટે બાયોમેટ્રિક સિસ્ટમ 1 - image


ભારતના 3 એરપોર્ટસને ગ્લોબલ ટ્રાન્ઝિટ હબ બનાવાશે  

ડિજિયાત્રા પ્રોજેક્ટ દ્વારા ઇ પાસપોર્ટ આધારિત પ્રવેશ માટે પ્રોટોટાઇપ વિકસાવાશઃ પાસપોર્ટ ચકાસણી કે અન્ય તપાસમાં વેડફાતો સમય બચશે 

મુંબઈ :  દેશના એરપોર્ટસને મુખ્ય ગ્લોબલ ટ્રાન્ઝિટ હબ્સ એટલે કે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે આવાગમનના મહત્વના સ્થળ તરીકે વિકસાવવા માટે ભારત સરકારે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે ઇમિગ્રેશન ચેકની વ્યવસ્થા ઝડપી બનાવવા માટે બાયોમેટ્રિક્સ આધારિત સિસ્ટમનો અમલ કરવા માટે તૈયારી કરવા માંડી છે. બાયોમેટ્રિકસ આધારિત સિસ્ટમમાં આપોઆપ ઇમિગ્રેશન મંજૂરી મળી જાય છે જેને કારણે પાસપોર્ટ ચકાસવાની જરૃર રહેતી નથી કે પ્રવાસીની ઓળખ સ્થાપિત કરવા અન્ય સિસ્ટમ પર મ ાર રાખવો પડતો ન હોવાથી પ્રવાસીઓ ઝડપથી વિમાન પકડી શકે છે. સમગ્ર સાઉથ એશિયન રિજન માટે સીંગલ પોઇન્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પુરી પાડવાની સરકારની યોજના છે. 

જો કે, આ નીતિ પરિવર્તન માટે કેબિનેટની મંજૂરી મેળવવી જરૃરી છે. આ પરિવર્તન માટે કાયદા સુધારવાની, સુરક્ષા અને ઇમિગ્રેશનની અડચણો દૂર કરવાની, ઇન્ટરનેશનલ ફલાઇંગ રાઇટ્સ ફાળવવાની અને સ્પર્ધાત્મક ટ્રાન્ઝિટ હબ તરીકે એરપોર્ટ્સને વિકસાવવા માટે જરૃરી ઇન્ફ્રાસ્ટ્રકચર પણ વિકસાવવાની જરૃર પડશે. 

આ પ્રક્રિયામાં ડિજિયાત્રા એપને પણ સામેલ કરવાની વાતો થઇ રહી છે. જેનો ઉપયોગ હાલ ડોમેસ્ટિક પેસેન્જરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાનગી નોન-પ્રોફિટ સંસ્થાડિજિયાત્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ખાનગી એરપોર્ટ્સની સહિયારી માલિકી જેના પર છે તે ડિજિયાત્રા પ્રોજેક્ટ દ્વારા ઇલેકટ્રોનિક પાસપોર્ટ આધારિત પ્રવેશ માટે પ્રોટોટાઇપ વિકસાવવામાં આવી રહ્યો છે. 

ભારતની પ્રથમવાર મુલાકાત લેનારા પ્રવાસીએ આ પ્રક્રિયામાં સામેલ થવા માટે આંખની કીકી, ચહેરો તથા આંગળાની છાપોના બાયોમેટ્રિક્સ કાઉન્ટર પર આપવા પડશે. એ પછી ઓટોમેટિક ક્લિયરન્સ રૃટ દ્વારા તેઓ સરળતાથી આવાગમન કરી શકશે. શરૃઆતમાં આ સિસ્ટમ  નવી દિલ્હી, મુંબઇ અને બેન્ગાલુરૃ એરપોર્ટ પર અમલી બનાવવામાં આવશે. શરૃઆતમાં આ સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે શરૃ કરવામાં આવશે. સરકાર ઇ પાસપોર્ટ જારી કરે એ પછી ભારતીય નાગરિકોને પણ આ સુવિધાનો લાભ મળશે. ઇ પાસપોર્ટમાં કાગળ અને ઇલેકટ્રોનિક માધ્યમ બંનેનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ચીપ અને એન્ટેના બેક કવરમાં બેસાડવામાં આવશે. પેસેન્જરની મહત્વની માહિતી પાસપોર્ટના ડેટા પેજ પર છાપવામાં આવશે અને તેને ચીપમાં પણ સ્ટોર કરવામાં આવશે. આ સિસ્ટમના સફળ ટેસ્ટિંગ બાદ ટેકિનકલ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે અને એ પછી ફૂલ સ્કેલ ઇલેકટ્રોનિક પાસપોર્ટનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવશે. 

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યા અનુસાર છેલ્લા નવ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ૭૪ એરપોર્ટ્સ, હેલિપોર્ટસ અને વોટર એરોડ્રોમ્સ બનાવવામાં આવ્યા છે.  



Google NewsGoogle News