Get The App

પુણેમાં હિટ એન્ડ રનમાં બાઈક પર સવાર ફૂડ ડિલિવરીમેનનું મોત

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
પુણેમાં હિટ એન્ડ રનમાં બાઈક પર સવાર ફૂડ ડિલિવરીમેનનું મોત 1 - image


કાર ચાલકે બેફામ ચલાવી ટક્કર મારી

અકસ્માતમાં 3 ઘાયલ, સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ

મુંબઇ :  પુણેમાં મુંઢવા ખાતે ગઇકાલે રાતે ખાનગી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે બેદરકારીપૂર્વક આલીશાન કાર દોડાવીને બાઇકને અડફેટમાં લેતા ફૂડ ડિલિવરી મેનનું મૃત્યું થયું હતું. અકસ્માત બાદ પલાયન થઇ ગયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં અન્ય ત્રણને નજીવી ઇજા થઇ હતી.

પુણેના મુંઢવા વિસ્તારમાં તાડી ગુતા ખાતે ગઇકાલે રાતે  આયુષ તાયલ (ઉ.વ.૩૪)ની  કારની ફૂડ ડિલિવરી કરનાર શૈફ અકબર શેખની બાઇક સાથે અથડામણ થઇ હતી. જેના કારણે ગંભીરપણે જખમી થયેલા શેખનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

આ બનાવ બાદ નાસી ગયેલા તાયલની સીસીટીવી ફુટેજના આધારે માહિતી મેળવવામાં આવી હતી છેવટે હડપસરમાં રહેતા આયુષની તેના ઘરેથી ધરપકડ કરાઇ હતી.



Google NewsGoogle News