Get The App

લોઅર પરેલમાં કારની અડફેટે બાઈક સવારનું મોત, બે ઘાયલ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
લોઅર પરેલમાં કારની અડફેટે બાઈક સવારનું મોત, બે ઘાયલ 1 - image


- કુર્લામાં રહેતા કાર ચાલકની ધરપકડ

- રવિવારે બપોરે ટ્રીપલ સવારીમાં જઈ રહેલા વરલીના યુવકોનેે અકસ્માત

મુંબઇ : લોઅર પરેલમાં રવિવારે બપોરે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં કારની અડફેટે સ્કુટર સવાર યુવકનું મોત નીપજ્યું હતું. તેની સાથે ટ્રીપર સવારીમાં જઈ રહેલા અન્ય બે યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. 

વરલીમાં રહેતા આયુષ કૈલાસ સિંઘ, શિવમ કમલેશ સિંઘ  તથા વિશાલ પ્રેમ બહાદુર સિંઘ ટ્રીપલ સવારીમાં સ્કૂટર પર જઈ રહ્યા હતા. બપોરે આશરે બે વાગ્યાના અરસામાં તેઓ કરી રોડ પાસે માતુલ્ય નાકા ટ્રાફિક સિગ્નલ પર પહોંચ્યા હતા. ત્યાંથી રાઈટ ટર્ન લઈ  રહ્યા હતા તે જ વખતે કારે તેમને અડફેટે લીધા હતા. 

ત્રણેયને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, ૨૦ વર્ષનો આયુષ સિંઘ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યો હોવાનું જાહેર કરાયું હતું. અન્ય બે યુવકોને ગંભીર ઈજા સાથે સારવાર  શરુ કરાઈ હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાર ચલાવી રહેલા કુર્લાના રહીશ મનિષ ચન્દ્રભાનુ સિંઘની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

એન. એમ. જોશી માર્ગ પોલીસ દ્વારા બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.



Google NewsGoogle News