સાઈકલસવારને ટક્કર મારવા બદલ બેસ્ટ બસ ચાલકને 3 મહિનાની કેદ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
સાઈકલસવારને ટક્કર મારવા બદલ બેસ્ટ બસ ચાલકને 3 મહિનાની કેદ 1 - image


'જાહેર પરિવહન ચાલકો બેદરકાર રહે તે અન્યો માટે જોખમી'

પેડરરોડ પર 2021મા  અકસ્માત થયો હતોઃ આવા કેસમાં રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશો જશે તેવી કોર્ટની ટિપ્પણી

મુંબઈ :  બેદરકારીથી વાહન ચલવીને પેડર રોડ  પર ૨૦૨૧માં સાઈકલ સવારનેઈજાગ્રસ્ત કરવાના કેસમાં બેસ્ટ બસના ડ્રાઈવરને ત્રણ મહિનાની જેલની સજા સંંભળાવાઈ છે. અદાલતે જણાવ્યું હતું કે આવા કેસમાં દયા દાખવવાથી સમાજમાં ખોટો સંદેશો જઈ શકે છે

જો જાહેરપરિવહનના ડ્રાઈવર કામમાં બેદરકાર રહે તો રસ્તા પરના રાહદારીઓ અને અન્યો માટે જોખમની વાત છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

મેજિસ્ટ્રેટ કોર્ટે ૫૩ વર્ષના સુભાષ આવ્હાડને કસૂરવાર ઠેરવ્યો હતો. કેસની વિગત અનુસાર ફરિયાદી ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ બોરીવલીથી નરિમાન પોઈન્ટ સાઈકલિંગ ગુ્રપ સાથે સાઈકલ ચલાવી રહી હતી. પેડર રોડ પર જસલોક હોસ્પિટલ પાસે પહોંચતાં બેસ્ટ બસે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં સાઈકલના હેન્ડલને ટક્કર મારી હતી. હેન્ડલ વળી ગયું અને સાઈકલ નીચે પડી ગઈ હતી. જેને લીધે સાઈકલ સવારને ડાબી કોણી, પેટ અને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. 

કોર્ટે  નોંંધ કરી હતી કે રસ્તા પર ટ્રાફિક નહોતું અને પુરતી  મોકળાશ હોવા છતાં આવ્હાડે સાવચેતી રાખી નહોતી. આવ્હાડે દયાની અરજીમાં જણાવ્યું હતું કે પોતે ૨૮ વર્ષથી બેસ્ટનો ડ્રાઈવર છે અને પહેલો બનાવ તેની કારકિર્દીમાં બન્યો છે. 

કોર્ટે જોક ગંભીર નોધ લીધી હતી કે આવા કેસમાં રાહત દર્શાવવાથી સમાજમાં ખોટો સંદેશો જશે. ત્રણ મહિનાની સાદી કેદ ઉપરાંત રૃ. ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.



Google NewsGoogle News