mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ટાઈટેનિકના કેપ્ટનની ભૂમિકા ભજવનારા બર્નાડ હિલનું નિધન

Updated: May 6th, 2024

ટાઈટેનિકના કેપ્ટનની ભૂમિકા ભજવનારા બર્નાડ હિલનું નિધન 1 - image


લોર્ડઝ ઓફ રિંગ્સ ટ્રાયોલોજીમાં પણ કામ કર્યું હતું

79માં વર્ષે નિધનઃ ભારત સહિત વિશ્વભરના ચાહકોએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઇ :  ફિલ્મ 'ટાઈટેનિક'માં ટાઈટેનિક જહાજના કેપ્ટન તરીકેનો પ્રભાવશાળી રોલ ભજવનારા હોલીવૂડ એક્ટર બર્નાર્ડ હિલનું ૭૯માં વર્ષે નિધન થયું છે. ભારત સહિત દુનિયાભરના ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

હોલીવૂડના અનેક કલાકારોએ બર્નાર્ડ હિલના અવસાનના સમાચાર શેર કરવાની સાથે સાથે તેમની સાથે કામ કરવાના સ્મરણો વાગોળ્યાં હતાં. તેમના  સત્તાવાર પ્રતિનિધિએ જાહેર  કર્યા અનુસાર રવિવારે સવારે તેમનું નિધન થયું હતું. 

મૂળ ઈંગ્લેન્ડનાં માન્ચેસ્ટરના વતની બર્નાર્ડ હિલે 'ટાઈટેનિક' ઉપરાંત 'લોર્ડસ ઓફ ધી રિંગ્સ' જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ વેબ શો તથા ટીવી સીરીઝમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. 'ટાઈટેનિક'ના કેપ્ટન એડવર્ડ સ્મીથ તરીકેના રોલમાં હવે શિપને કોઈ રીતે બચાવી શકાય તેમ નથી તેવું પારખી ગયા બાદ તેઓ પોતાના સુકાન પર પહોંચી જઈને જે રીતે જળસમાધિ વહોરે છે તે સીન અનેકની આંખો ભીંજવી ગયો હતો. ે


Gujarat