ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પોલીસને એક્તા કપૂર સામે તપાસ માટે ફૂરસદ નથી
પોક્સો કેસમાં ફરિયાદને 3 સપ્તાહ બાદ પણ કાર્યવાહી નહીં
3 વેબસીરિઝમાં અશ્લીલ દ્રશ્યો માટે બોરીવલી કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતોઃ ચૂંટણી પછી જ તપાસ થશેઃ પોલીસ
મુંબઈ : બોલીવૂડની નિર્માત્રી એક્તા કપૂર અને માતા શોભા કપૂર વિરુદ્ધ વેબ સિરીઝમાં સગીરોને સંડોવતા અયોગ્ય દ્રશ્યો દર્શાવવા પ્રકરણે બોરીવલી કોર્ટના આદેશ બાદ પોક્સો કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે કેસ નોંધાયાને ૩ અઠવાડિયા થયા હોવા છતાં એમએચબી પોલીસ કોઈ કાર્યવાહી કરી નથી. બોરીવલીના એક ૩૦ વર્ષીય યોગ શિક્ષકે આ બાબતે ૨૦૨૧માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વેબસિરીઝ કલા ઓફ ૨૦૧૭, કલાસ ઓફ ૨૦૨૦ અને ગંદીબાતમાં અશ્લીલ દ્રશ્યોના ફિલ્માંકન માટે સગીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર થોડા દિવસ પહેલા તેમણે અલ્ટ બાલાજી ટેલિ ફિલ્મ્સ લિમિટેડને આ બાબતે જાણ કરી હતી કે તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ બાબતે એક અધિકારીએ ઉમેર્યું હતું કે હાલ વિધાનસભાની ચૂંટણીની તૈયારી અને બંદોબસ્તમાં અમે રોકાયેલા છીએ. ચૂંટણી પતી ગયા પછી અમે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીશું.
આ કેસ અલ્ટ બાલાજી.કોમ પર પ્રસારિત ત્રણ વેબસિરિઝમાં સગીરોનેે સંડોવતા અશ્લીલ દ્રશ્યો સંબંધિત છે. આ શ્રેણીઓ ૨૦૨૧માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સમયે એક્તા કપૂર ંમેનેજિંગ ડિરેકટર અને તેના માતા શોભાકપૂર અલ્ટ બાલાજી ટેલિફિલ્મ્સના ચેરપર્સન હતા. પોલીસે આ પ્રકરણે પોક્શો કાયદાની કલમ ૧૩ (પોનોગ્રાફિક હેતુએ માટે બાળકોનો ઉપયોગ૧૫ બાળકોને સંડોવતા અશ્લીલ સામગ્રીના સંગ્રહ માટે સજા) અને ૨૯૨ (મ હિલાઓ બાબતની અભદ્ર રજૂઆત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બાબતે આઈટીએક્ટ, આઆઈપીસી અને સિગારેટ અને તમાકુ પ્રોકડટસ એડવર્ટાઈઝમેન્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ બાબતે એફઆઈઆર થયા બાદ અલ્ટ બાલાજી ટેલિફિલ્મ્સે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે તેઓ શૂટિંગ દરમિયાન તમામ લાગુ કાયદાઓનું પાલન કરે છે.