Get The App

ઈડી કે પોલીસના ડરથી નહીં પણ મનથી વર્તન બદલાવું જોઈએઃ ભાગવત

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ઈડી કે પોલીસના ડરથી નહીં પણ મનથી વર્તન બદલાવું  જોઈએઃ ભાગવત 1 - image


બીજું કોઈ કહે તેથી વર્તાવ ન બદલાય

લોકો પ્રાથમિક નિયમોનું પાલન કરે, સિગ્નલ ન કૂદાવે તો દેશની પ્રગતિ થાય  

મુંબઇ :  પોલીસ અને ઇડીના દરોડાઓથી નહીં પણ પોતાના મનથી અને વિવેકથી  વર્તનમાં બદલાવ આવવો જોઇએ તેવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે  મુંબઈમાં જણાવ્યું હતું. 

લોકમાન્ય સેવા સંઘ સંસ્થાના ૧૦૧મો જયંતિના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે ે સમાજમાં પરિવર્તન માટે વિભિન્ન વિષયો સંસ્થાઓ પસંદ કરવા જોઇએ. મેં કેટલાક ગણાવ્યા છે. પોલીસ (રોડ પર) ઉભો હોય અથવા ઇડીના દરોડાથી બચવા વર્તનમાં બદલાવ થઇ શકે છે પણ તેવું અમે ઇચ્છતા નથી. 

વ્યવહારમાં બદલાવ મનથી થવો જોઇએ અને બુદ્ધિએ તેનો સ્વીકાર કરવો જોઇએ. બીજુ કોઇ કહે છે તેથી તેમ કરવું એમ નહીં હોવું જોઇએ. પણ પોતાના વિવેકથી થવું જોઇએ. સમાજમાં આવા સુધારાઓ કરવાની દરેક સંસ્થાની જવાબદારી છે. 

કોઇ દેશ અસુરક્ષિત હોય તો તેની પ્રગતિ થઇ શકે નહીં. તેમણે કહ્યું કે હુમલો થાય છે તો પ્રગતિ થતી નથી. સુરક્ષિત હોય ત્યારે પ્રગતિ થઇ શકે છે. આપણે જેટલા વધુ સ્વનિર્ભર બનીશું તો આપણી સુરક્ષા વધશે. લોકો જ્યારે પ્રાથમિક નિયમોનું પાલન કરે છે અને સિગ્નલ કુદાવતા નથી ત્યારે દેશ સુરક્ષિત બને છે. દેશ ચલાવવું મોટી જવાબદારી છે. આ એવો કોન્ટ્રેક્ટ નથી કે કોઇને પણ સોંપી શકાય. તે મોટી જવાબદારી છે. સિવિક સેન્સ હોય તેને સારો વ્યક્તિ કહી શકાય  છે એમ તેમણે બુધવારે યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું.



Google NewsGoogle News