બીએડ સેમેસ્ટર-2નું પરિણામ 45 દિવસમાં જાહેર કરી દેવાયું

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
બીએડ સેમેસ્ટર-2નું પરિણામ 45  દિવસમાં જાહેર કરી દેવાયું 1 - image


મુંબઈ યુનિવર્સિટીએ સુખદ આશ્ચર્ય સર્જ્યું

પ્રાયોગિક ધોરણે આ પરીક્ષામાં વપરાયેલ ક્યુઆર સિસ્ટમનું સકારાત્મક પરિણામરિઝર્વ રીઝલ્ટ 

મુંબઈ :  રીઝલ્ટના છબરડોને લીધે કાયમ ચર્ચામાં રહેતી મુંબઈ યુનિવર્સિટીએ બીએડ સેમેસ્ટર-૨નું પરિણામ ૪૫ દિવસની અંદર જ જાહેર કર્યું છે અને ખાસ તો એ કે તેમાં એકેય વિદ્યાર્થીનું રીઝલ્ટ રિઝર્વ રખાયું નથી. આથી વિદ્યાર્થીઓને રાહત થઈ છે.

મુંબઈ યુનિવર્સિટીએ બીએડ સેમેસ્ટર-૨ની પરીક્ષા સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયે લીધી હતી. આ પરીક્ષામાં ૫૬૨૨ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંના ૫૪૮૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને તેમાંથી ૮૪.૪૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. યુનિવર્સિટીએ પ્રાયોગિક ધોરણે આ પરીક્ષામાં ઓનલાઈન ક્યુઆર આધારિત આન્સરશીટની સિસ્ટમ અપનાવી હતી. જેને પરિણામે રીઝલ્ટ જાહેર કરવામાં કોઈ ગોટાળો થયો નથી અને એકપણ રીઝલ્ટ રિઝર્વ રખાયું નથી. આથી રિઝર્લ રીઝલ્ટનું પરિણામ શૂન્ય ટકાએ આવ્યું છે. 

આ પહેલાંની પરીક્ષામાં કેટલાંક વિદ્યાર્થીઓએ સીટ નંબર અને બારકોડ ખોટાં લખતાં કેટલાંય રીઝલ્ટ રિઝર્વ રહ્યાં હતાં અને આ વિદ્યાર્થીઓની માર્કશીટ શોધવામાં યુનિવર્સિટીને ભારે તકલીફ પડી હતી. પરિણામે યુનિવર્સિટીએ દિવાળી સત્રની પરીક્ષામાં ક્યુઆર કોડ સિસ્ટમ અપનાવી અને તેનું હકારાત્મક પરિણામ યુનિવર્સિટીને જોવા મળ્યું હોવાથી આગળની તમામ પરીક્ષાઓમાં આ જ સિસ્ટમનો ઉપયોગ કરાશે.



Google NewsGoogle News