બાવનકુળેએ મકાઉના કેસિનોમાં 1 કલાકમાં 3.50 કરોડ ઉડાડયાનો દાવો
સંજય રાઉતે ફોટો વાયરલ કર્યો, અનેક ફોટા-વીડિયો હોવાનો દાવો
કેસિનો સાથેના જ રેસ્ટોરામાં માત્ર જમવા ગયાનો પ્રદેશ ભાજપ પ્રમુખનો બચાવઃ ભાજપે વળતા પ્રહાર તરીકે આદિત્યનો ડ્રિંક લેતો ફોટો વાયરલ કર્યો
મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકૂળે ચીનના મકાઉ શહેરમાં કેસિનોમા બેઠા હોવાનો ફોટો વાયરલ થયો છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતના આક્ષેપ અનુસાર બાવનકુળએે કેસિનોમા એક જ કલાકમાં સાડા ત્રણ કરોડનો જુગાર રમ્યા હતા. તેમના આવા તો ૨૭ ફોટા અને પાંચ વીડિયો ઉપલબ્ધ છે તેવો દાવો સંજય રાઉતે કર્યો છે. જોકે, બાવનકુળેના બચાવ અનુસાર આ કેસિનોમાં જ એક રેસ્ટાં હતું અને પોતે ત્યાં માત્ર જમવા બેઠા હતા. બીજી તરફ ભાજપના નેતાઓએ આદિત્ય ઠાકરે તાજેતરમાં મુંબઈમાં એક પાર્ટીમાં દારુ પી રહ્યાનો ફોટો પણ વાયરલ કર્યો છે.
આ ફોટો શિવસેના (યુ બી ટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ભડકે બળી રહ્યું છે અને આ સજ્જન મકાઉના કેસિનોમાં જુગાર રમી રહ્યા છ તેવી ટિપ્પણી તેમણે કરી હતી. રાઉતે કહ્યું હતું કે પોતાની પાસે ૨૭ ફોટા અને પાંચ વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ હું તે બધા રીલીઝ કરવાનો નથી કારણ કે તેમ કરવા જતાં તેઓ તથા તેમનો પક્ષ ભારે શરમમાં મૂકાઈ જશે.
રાઉતે જણાવ્યું હતું કે સ્ટેમ્પ પેપર કૌભાંડના આરોપી અબ્દૂલ કરીમ તેલગીએ એક જ રાતમા ંબારમાં કરોડો રુપિયા ઉડાડયા હતા. હવે બાવનકૂળે આ રીતે કેસિનોમાં કરોડો ઊડાડી રહ્યા છે. શું ભાજપ દ્વારા પ્રોમીસ કરાયેલા અચ્છે દિન આ જ છે તેવો સવાલ તેમણે કર્યો હતો.
આ ફોટા વાયરલ થયા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો હતો. બાવનકૂળેએ તરત જ એવો બચાવ કર્યો હતો કે પોતે જ્યા ંગયા હતા ત્યાં કેસિનો અને રેસ્ટોરાં સાથે સાથે હતાં. હું સમગ્ર પરિવાર સાથે જમવા બેઠો હતો ત્યારે આ ફોટો ક્લિક કરાયો છે.
બીજી તરફ ભાજપે આદિત્ય ઠાકરેએ તાજેરમાં ફૂટબોલર ડેવિડ બેકહામના માનમાં યોજાયેલી પાર્ટીમાં આદિત્ય ઠાકરેનો ગ્લાસ સાથેનો ફોટો વાયરલ કર્યો છે. આદિત્ય પી રહ્યા છે એ કઈ બ્રાન્ડની વ્હિસ્કી છે તેવો સવાલ તેમાં કરાયો છે.
રમિયાન નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા ેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બાવનકૂળેનો આવો ફોટો વાયરલ કરવો એ વિકૃત માનસિકતાની પરાકાષ્ટા છે. અધૂરા ફોટા રીલીઝ કરાય છે. સંપૂર્ણ ફોટામાં તેઓ તેમના પરિવાર સાથે હોવાનું સ્પષ્ટ જણાય છે. આ રીતે તસવીરો સાથે ચેડાં કરી આક્ષેપો કરવા એ નીચ સ્તરની રાજનીતિ છે એમ તેમણે કહ્યું હતું.