કાશીમીરામાં સિક્સર ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ એટેકથી મોત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
કાશીમીરામાં   સિક્સર ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ એટેકથી મોત 1 - image


ચાલુ ક્રિકેટ મેચે જ ક્રિકેટરે આખરી શ્વાસ લીધા

કંપની દ્વારા સ્પર્ધા યોજાઈ હતીઃ ચાલુ મેચ વખતે મોતની તાજેતરના દિવસોમાં 3જી ઘટના

મુંબઇ :  રવિવારે ક્રિકેટ મેચ રમતા એક ૪૨ વર્ષીય પુરુષનું રમતી વખતે હાર્ટએટેક આવતા અચાનક જ મૃત્યુ થયું હતું. કાશીમીરા વિસ્તારના એક ફાર્મહાઉસમાં એક કંપનીએ બોક્સ ક્રિકેટ મેચ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. રામ ગણેશ તેવર નામનો ૪૨ વર્ષીય યુવક ધોમધખતા તડકામાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

અહેવાલ અનુસાર તેણે છગ્ગો ફટકાર્યો હતો તે પછી તરત તે ઢળી પડયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને હોસ્પિટલમાં આગમન વખતે જ મૃત અવસ્થામાં જાહેર કરવામાં આવ્યો હતો.

કાશીગાંવ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આકસ્મિત મોતનો કેસ નોંધયો હતો. આ કમનસીબ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઇ હતી. યુવકે એક બોલરને જોરથી ફટકાર્યો હતો અને તે નીચે પડી ગયો હતો જેવો ખેલાડી નીચે પડયો કે અન્ય ખેલાડી ત્યાં ધસી ગયા હતા અને તેને રિવાઇવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે પુણેમાં પણ  થોડા દિવસો અગાઉ એક  ક્રિકેટ મેચ રમતી વખતે ૧૧ વર્ષીય કિશોરને ગુપ્તાંગમાં બોલ વાગ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. માટુંગમાં પણ જિમખાના મેદાન પર આધેડનું ટી ૨૦ મેચ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.



Google NewsGoogle News