Get The App

શરદ પવારના ગઢમાં છગન ભુજબળ ભાવિ મુખ્યમંત્રીના બેનરો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
શરદ પવારના ગઢમાં છગન ભુજબળ ભાવિ મુખ્યમંત્રીના બેનરો 1 - image


ઓબીસી સમર્થકોનું રસ્તા- રોકો આંદોલન

ઓ.બી.સી. સમાજની સભા ઈંદાપુર રસ્તા રોકો આંદોલન વખતે ભાજપના ધારાસભ્ય પર ચપ્પલ ફેંકાયા

મુંબઈ : એન.સી.પી.ના સ્થાપક શરદ પવારના ગઢ બારામતીના ઈંદાપુરાતમાં ઓ.બી.સી. સમાજની રેલીની સભૌમાં રાજ્યના ભાવિ મુખ્યમંત્રી પદે છગન ભુજબળ એવા બેનરો લગાડવામાં આવ્યા હોવાથી હવે રાજ્યના રાજકારણ વધુ ગરમ બનશે. દરમ્યાન ઓબીસી સમર્થકોએ આજે રસ્તારોકો આંદોલન કર્યું હતું.

રાજ્યના ભાવિ મુખ્યમંત્રી  હોવાના બેનરોબાજી પર અનેક વેળા ચર્ચા થઈ હતી. જેમાં ભાવિ મુખ્યમંત્રીની સ્પર્ધા પણ થવા લાગી છે. આમાં મુખ્યમંત્રી તરીકે અજિત પવાર, નાના પટોલે, સુપ્રિયા સૂળેના નામના બેનરો લાગી ચૂક્યા છે. હવે આજે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળ મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે બેનરો ઈંદાપુરમાં લગાડવામાં આવ્યા હતા.

આજે રાજ્યના પુણેના બારામતી જિલ્લામાં ઈંદાપુર ખાતે ઓ.બી.સી. સમાજની સભાનું આયોજન કરાયું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજની પ્રથમ સભા હતી. ઓ.બી.સી. સમાજના પ્રશ્ન માંડવા અને ઓ.બી.સી. સમાજમાં મરાઠા સમાજને સમાવી ન લેવાના ઉદ્દેશ્યથી સભા ભરવામાં આવી હતી. પણ આ સભામાં ત્યાં રસ્તા પર ઠેર ઠેર ભાવિ મુખ્યમંત્રી તરીકે છગન ભુજબળના બેનરો પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.

દરમિયાન આજે ઈંદાપુર ગામ ખાતે ઓ.બી.સી. સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન છેડાયું હતું. ત્યારે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકર પર મરાઠા સમાજના કેટલાંક ચપ્પલ ફેંક્યા હતા. જો ગોપીચંદ પડળકર ઉપર ચપ્પલ ફેંકનારા સામે કાર્યવાહી નહિં કરાય તો આવતીકાલ રવિવાર ૧૦ ડિસેમ્બરના રોજ ઈંદાપુર બંધ રાખવામાં આવશે એવી હાકલ ઓ.બી.સી. સમાજના આંદોલનકર્તાએ કરી હતી.



Google NewsGoogle News