Get The App

વૃદ્ધ ખાતેદારનાં ખાતામાંથી 9 કરોડ તફડાવનાર બેન્ક એક્ઝિક્યુટીવની ધરપકડ

Updated: Feb 13th, 2024


Google News
Google News
વૃદ્ધ ખાતેદારનાં ખાતામાંથી 9 કરોડ તફડાવનાર બેન્ક એક્ઝિક્યુટીવની ધરપકડ 1 - image


સિનિયર સિટિઝનની પુત્રીએ ખાતું ચેક કર્યું ત્યારે જાણ થઈ

નોકરી છોડયા પછી પણ બેન્કની વિવિધ સ્કિમમાં વળતરની લાલચ આપી તમામ રકમ મિત્રના ખાતાંમાં વાળી લીધી

મુંબઈ :  દક્ષિણ મુંબઈના પેડર રોડમાં રહેતા એક સિનિયર સિટીઝનના ખાતામાંથી નવ કરોડની રકમ તફડાવી લેનાર એક બેન્કના ભૂતપૂર્વ એક્ઝીકયુટીવ સામે ગામ ેવી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી  તેની ધરપકડ કરી છે.

આરોપી બેન્ક  એક્ઝિકયુટીવ રવિશર્મા (૪૦)  એક પ્રખ્યાત ખાનગી બેન્કમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતો હતો  દરમિયાન વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન સિનિયર સિટિઝનને બેન્કની વિવિધ સ્કીમમાં ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીથી તેમના ખાતામાંથી રૃ.૯.૪૧ કરોડની રકમ તેના એક મિત્રના ખાતામાં વાળી દીધી હતી.

સિનિયર સિટીઝનની પુત્રી થોડા દિવસ પહેલાં બેન્કમાં રકમ કઢાવવા ગઈ ત્યારે તેમના તમામ ખાતા સાફ જણાતા તેણે ગાવદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે સિનિયર સિટીઝનની પુત્રી (૪૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ખાનગી બેન્કમાં કામ કરતો શર્મા  રિલેશનશીપ મેનેજરને હાઈનટવર્થ  ધરાવતા સિનિયર સિટીઝન સલાહકાર તરીકે સેવા આપતો હતો.

આ દરમિયાન તેણે રોકાણનું માર્ગદર્શન આપવાને બહાને વૃધ્ધની સહીઓ લઈ ધીરે ધીરે કરી ૯.૪૧ કરોડ રૃપિયાની રકમ તફડાવી લીધી હતી. થોડા દિવસ પહેલાં વૃધ્ધના પુત્રી અમુક રકમ કાઢવા બેન્કમાં ગઇ  ત્યારે રકમ નીકળી નહીં પણ તેમના તમામ ખાતા ખાલી થઈ ગયા હોવાનું જણાયું હતું.

આરોપીએ નવેમ્બર, ૨૦૨૩માં જ બેન્કની નોકરી છોડી દીધી હતી છતાંય વૃધ્ધને નિયમિત સલાહ આપી તેમની મુલાકાત લેતો રહેતો હતો. આરોપીએ એવી ગોઠવણ કરી હતી તે બેન્ક ટ્રાન્ઝેકશનની કોઈ વિગત વૃધ્ધને મળે નહીં. આ ઘટના બાદ શર્મા અને તેના જે મિત્રના ખાતામાં રકમ જમા થઈ છે તેની સામે ગાંવદેવી પોલીસે આઈપીસીની કલમ ૪૨૦, ૪૬૪, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી હેઠળ ગુનો નોંધી  રવિ શર્માની ધરપકડ કરી હતી.


Tags :
Bankexecutivearrested

Google News
Google News