બાંગ્લાદેશીઓનું બોગસ દસ્તાવેજોથી પાસપોર્ટ મેળવી લોકસભામાં મતદાન
મુંબઈમાં મોજથી રહેતા ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા
સુરતના રહેવાસી હોવાનું દર્શાવ્યું, એક તો નોકરી માટે સાઉદી એરેબિયા ગયો હતો
મુંબઇ : મુંબઇના અંધેરી, મલાડ, માહુલ વિલેજ, જોગેશ્વરીમાં ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશી નાગરિકની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ની ટીમે ધરપકડ કરી છે. તેમણે પાસપોર્ટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કાર્યો હતો. તેમણે સુરતના રહેવાસી હોવાનું દર્શાવ્યું હતું. બીજી તરફ ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ આ પાસપોર્ટના આધારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. આવી જ રીતે અન્ય પાંચ જણે પાસપોર્ટ બનાવ્યા હોવાનું તપાસમાં માલૂમ પડયું છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
મુંબઇ, નવી મુંબઇ, થાણે, ભિવંડીમાં ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશી નાગરિકને તાજેતરમાં પકડવામાં આવ્યા છે. આ મામલામાં ૪૫૪, ૪૫૬, ૪૫૯, પાસપોર્ટ એક્ટ, ફોરેર્ન્સ એક્ટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એન્ટી ટેરરિઝમ સ્કવૉડે માહિતીના આધારે અંધેરી (પશ્ચિમ)માં લોખંડવાલા ખાતે યમુના નગરમાં રહેતા ઇલેક્ટ્રિશન રિયાઝ હુસેન શેખ (ઉ.વ.૩૩), મલાડના માલવણીના રહેવાસી રિક્ષા ચાલક સુલતાન સિદ્દીક શેખ (ઉ.વ.૫૪) માહુલ વિલેજના શાકભાજી વિક્રેતા ઇબ્રાહિમ શફિઉલ્લા શેખ (ઉ.વ.૪૬) જોગેશ્વરી (પશ્ચિમ)ના ઓશિવરાના ગુલશનનગરના રહેવાસી ફારુખ ઉસ્માનગણી શેખ (ઉ.વ.૩૯) પકડીને પૂછપરછ કરી હતી.
રમિયાન તેમણે ઘણા વર્ષ પહેલા બાગ્લા ેશથી ગેરકાય ેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું માલૂમ પડયું હતું.
આરોપીઓએ ભારતીય પાસપોર્ટ મેળવવા માટે ગુજરાતના સુરતના રહેવાસી હોવાનું જણાવી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ સિવાય વધુ પાંચ વ્યક્તિઓએ આવી જ રીતે પાસપોર્ટ મેળવ્યા હતા.
એમાંથી એક આરોપી બનાવટી દસ્તાવેજોના આધારે સાઉદી અરેબિયા નોકરી કરવા ગયો હતો.
એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે અમૂક આરોપીએ આ પાસપોર્ટની મદદથી તાજેતરની લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તેઓ આતંકવાદ સંબંધિત ગતિવિધિમાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.