પાંચ વર્ષથી સુનાવણી વિના જેલમાં સબડતા કાચા કામના કેદીને જામીન
કાર્યબોજને લીધે સુનાવણી થઈ શકી નહોવાની જિલ્લા કોર્ટની રજૂઆત
કોર્ટની વ્યસ્તતાને લીધે સુનાવણી થતી નહોય તો અરજદારને જામીન અપાવા સિવાય વિકલ્પ નથીઃ હાઈકોર્ટ
મુંબઈ : છેલ્લા પાંચ વર્ષથી જેલમાં સબડી રહલા હત્યાના આરોપીને બોમ્બે હાઈ કોર્ટે બુધવારે જામીન મંજૂર કર્યા હતા. પાંચ વર્ષથી તેની સામે આરોપનામું ઘડાયું ન હોવાની કોર્ટે નોંધ લીધી હતી.
આરોપનામામાં અરજદારનો સક્રિય સહભાગ રહ્યોહોવાનું જણાતું હોવા છતાં પણ અનેક સમય મર્યાદાવાળા કેસમાં કોર્ટ વ્યસ્ત હોવાને લીધે જો અરજદારના કેસને આગળ વધારી શકતી નહોય તો અમારી પાસે તેને જામીન પર છોડવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. કેમ કે તેને બેમુદત કાચાકેદી તરીકે જેલમાં ગોંધી શકાય નહીં. અહીં સુનાવણી વિના જ પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા છે.
અરજદાર જાવેદ અન્સારીએ અરજી કરી હતી કે હાઈ કોર્ટે જુલાઈ ૨૦૨૨માં આપેલા આદેશ મુજબ એક વર્ષમાં સુનાવણી પરી નહીં થઈ હોવાથી સુનાવણી વિના જ લાંબો સમય જેલમાં વિતાવ્યો હોવાનું ટાંકીને જામીન અરજી કરી હતી.
કોર્ટ સમક્ષ ઢગલા કેસો પ્રલંબિત હોવા માટે સિસ્ટમને જવાબદાર ઠેરવવાને બદલે વ્યક્તિગત જવાબદારી નક્કી કરવાની અવાશ્યકતા વ્યક્ત કરીને કોર્ટે જિલ્લા અને એડિશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ જજ (એમસીઓસીએ) થાણે તેમ જ બેલાપુર ડિસ્ટ્રીક્ટ જજ એન્ડ એડિશનલ જજ પાસેથી ખુલાસો માગ્યો હતો.
ડિસ્ટ્રીક્ટ જજ થાણેએ અહેવાલમાં જણાવ્યું હતું કે આરોપીને ૧૩ જૂન ૨૦૨૨ પહેલાં અને ત્યાર બાદ ૧૦ માર્ચ ૨૦૨૩ના રોજ અંતિમ હાજર કરાયા સિવાય કોર્ટમાં હાજર કરાયો નહોતો.
કેસની સુનાવણી ચઠ્ઠી એપ્રિલ ૨૦૨૩ના રોજ બેલાપુર ટ્રાન્સફર કરાઈ હતી અને આરોપીને અનેકવાર હાજર કરાયો નહોતો.આ બાબત કોર્ટના પ્રિસાઈડિંગ ઓફિસરના ધ્યાનમાં લવાઈ નહોતી.
ડિસ્ટ્રીક્ટ જજે ખુલાસો કર્યો હતો કે એમસીઓસી, સીબીઆઈ અને એસીબી સંબંધી કેસો અને ચાર પોલીસ સ્ટેશનો હાથ ધરવા સહિત કામના અતિ ભારને ટાંકીને પ્રલંબિત કેસો મેનેજ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાઈ કોર્ટે ઝડપથી ચલાવવા આપેલા અન્ય કેસોમા ંપણ વ્યસ્ત હોવાથી અન્સારીનો કેસ પ્રલંબિત રહી ગયાનું જણાવીને બિનશરતી માફી માગી હતી.
માફીથી આરોપીને થયેલા નુકસાનમાં રાહત થાય તેમ નથી, એમ જજે નોંધ કરી હતી અને આરોપીને રૃ. ૨૫ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. આરોપીને ઝડપી સુનવણી અને મુક્ત જીવનની બંધારણીય ફરજ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.