આરાધ્યાનાં સ્કૂલ ફંકશનમાં બચ્ચન પરિવાર સાથે દેખાયો
આરાધ્યા અને અબરામનું સાથે પરફોર્મન્સ
લાંબા સમય પછી ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ એક ફંકશનમાં સાથે આવ્યા
મુંબઇ : એક સ્કૂલ ઈવેન્ટમાં આરાધ્યા બચ્ચન તથા અબરામ ખાને સાથે પરફોર્મ કર્યું હતું. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા અને અભિષેક ફરી સાથે દેખાયાં હતાં. એટલું જ નહિ ઐશ્વર્યા અભિષેક ઉપરાંત સસરા અમિતાભ બચ્ચન સાથે પણ લાંબા સમય પછી કોઈ સાથે કોઈ ફંકશન એટેન્ડ કરતી જોવા મળી હતી. આ પ્રસંગે અભિષેક અને ઐશ્વર્યાની કેમિસ્ટ્રી નિહાળી તેમના ચાહકો ખુશ થઈ ગયા હતા.
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને દાદા અમિતાભ બચ્ચન આરાધ્યાને ચિઅર્સ કરવા હાજર રહ્યા હતા. બચ્ચન પરિવારે આ ફંકશન દ્વારા પોતાના પરિવારમાં તિરાડ હોવાની તેમજ અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાની વાતને ખોટી પુરવાર કરી હતી.
ફંકશનમાં આરાધ્યા અને અબરામે સાથ પરફોર્મ કર્યું ત્યારે ઐશ્વર્યા ઉપરાંત શાહરુખ ખાન અને ગૌરી પણ સામાન્ય પેરેન્ટસની જેમ મોબાઈલમાં તેનું વીડિયો રેકોર્ડિંગ કરતાં જોવા મળ્યાં હતાં. ઐશ્વર્યા અને શાહરુખ બંને ચિયર્સ કરી પોતપોતાનાં સંતાનોનાં પરફોર્મન્સને વધાવતાં જોવા મળ્યાં હતાં.