બચ્ચન પરિવારનો કલહ સપાટી પર, નવ્યા દ્વારા ઐશ્વર્યાની ધરાર ઉપેક્ષા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
બચ્ચન પરિવારનો કલહ સપાટી પર, નવ્યા દ્વારા ઐશ્વર્યાની ધરાર ઉપેક્ષા 1 - image


પેરિસ ફેશન વીકમાં મામી-ભાણેજ અળગાં ને અળગાં 

સોશિયલ મીડિયા પર સવાલોની ઝડી વરસીઃ ફોરેન ટ્રીપમાં આરાધ્યા પણ પરિવાર સાથે ન દેખાઈ

મુંબઈ :  તાજેતરમાં યોજાયેલા પેરિસ ફેશન વીક દરમિયાન નવ્યા નવેલી નંદાએ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેણે એ જ મંચ પરથી થોડા સમય પહેલાં રેમ્પ વોક કરનારી મામી ઐશ્વર્યા રાય બચ્ચનની સદંતર અવગણના કરતાં બચ્ચન પરિવારમાં આંતરિક રીતે બધું સમુસુતરું નહીં હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર જામી છે. 

 નવ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના પેરિસ ફેશન વીકના ફોટા પોસ્ટ કર્યા છે. જોકે, તેમાં તેણે ઐશ્વર્યાને જ ટેગ કરવાનું ટાળ્યું છે. એક જ પરિવારની બે વ્યક્તિ એક જ સમયે એક ઈવેન્ટમાં સાથે હોય અને તેમ છતાં પણ ભાણેજ મામીને ટેગ કરવાનું કે તેનો ઉલ્લેખ કરવાનું પણ ટાળે તે કેટલાય ચાહકોને થોડું અસામાન્ય લાગ્યું છે. 

સંખ્યાબંધ લોકોએ એ વાતની નોંધ લીધી હતી કે આ ઈવેન્ટમાં નવ્યા, શ્વેતા બચ્ચન તથા જયા બચ્ચનના સાથે સાથે ફોટા હતા પરંતુ ઐશ્વર્યા ક્યાંય તેમની સાથે દેખાઈ ન હતી. ઐશ્વર્યા પોતાની સાથે આરાધ્યાને પણ લઈ ગઈ હતી પરંતુ આરાધ્યા પણ ક્યાંય ફઈ કે કઝિન કે નાની સાથે હોય તેવા ફોટા જોવા મળ્યા નથી તેવા સવાલો ચાહકો ઉઠાવી રહ્યા છે. 

નવ્યાએ મૂકેલા ફોટા પર તરત જ શ્વેતાની પ્રશંસા કરતી કોમેન્ટ આવી હતી અને નવ્યાએ તેનો જવાબ પણ આપ્યો હતો. 

કેટલાક ચાહકોએ તો બહુ વર્ષો પહેલાં ઐશ્વર્યા અને નવ્યા સાથે સાથે હોય તેવો ફોટો પણ શોધી કાઢ્યો હતો અને લખ્યું હતું કે જો અહમ આડે ન આવ્યો હોત તો આવાં જ દૃશ્યો આપણને પેરિસ ફેશન વીકમાં પણ જોવા મળે તેમ હતાં. 

જોકે, કેટલાક લોકોએ આ બધી ચર્ચાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આપણે બધા કાંઈ રોજિંદી જિંદગી ં કરણ જોહર અને સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ  નથી જીવતા જ્યાં સમગ્ર પરિવાર કાયમ માટે સાથે ને સાથે હોય.



Google NewsGoogle News