ગાંગુલીની બાયોપિક માટે આયુષ્યમાન ક્રિકેટ શિખશે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ગાંગુલીની બાયોપિક માટે આયુષ્યમાન ક્રિકેટ શિખશે 1 - image


ડાબોડી હોવાથી આયુષ્યમાનની પસંદગી

આ વર્ષના ઉત્તરાર્ધમાં શૂટિંગ શરુ કરવાની તૈયારીો ચાલુ કરી

મુંબઇ :  આયુષ્યમાન ખુરાનાએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની બાયોપિક માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. તે થોડા મહિના સુધી ક્રિકેટની તાલીમ લેશે. 

આ ફિલ્મનું દિગ્દર્શન 'ઊડાન,','લૂટેરા', 'ભાવેશી જોશી સુપર હિરો' ' જ્યુબિલી' સહિતના પ્રોજેક્ટસના સર્જક વિક્રમાદિત્ય મોટવાને કરી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વરસથી આયુષ્માન ખુરાના આ ફિલ્મ માટે વાતચીત કરી રહ્યો હતો. સૌરવ ગાંગુલીની બાયોપિક માટે આયુષ્માન જ નિર્માતાઓની પ્રથમ પસંદગી હતો. આયુષ્માને િ ફિલ્મ સાઇન કરી દીધી છે. તે  જલદી જ પોતાના રોલની તૈયારી શરૃ કરશે.

.જોકે શૂટિંગની ટાઇમલાઇન અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના   સેકન્ડ હાફમાં શરૃ થાય તેવી શક્યતા છે.



Google NewsGoogle News