ઈન્સ્ટા રીલ બનાવવા 4 વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીના અપહરણનો પ્રયાસ
સીસીટીવી ફુટેજ દ્વારા પોલીસે ચારેયને શોધી લીધા
પોલીસ મથકે બોલાવાયેલાં માતાપિતાની વિનંતી અને ભવિષ્યમાં આવુ ક્યારે નહી થાયની ખાતરી બાદ ચેતવણી આપ્યા બાદ છોડી દીધા
મુંબઇ : નાગપુરમાં સોશિયલ મિડીયા માટે પ્રેન્ક વિડીયો બનાવવા માટે અગિયારમાં ધોરણમાં ભણતા સગીરનુંં અપહરણ કરવાનો પ્રયાસ કરવા બદલ ચાર સગીર તરુણોનેે મોઘું પડયું હતું. આ મામલામાં પોલીસે ચારેયને આ કૃત્ય માટે તેમની અટકાયત કરવામાં આવી હતી.
નાગપુરમા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીએ તાજેતરમાં ધોરણ બારમાંની પરીક્ષા આપી હતી અને અન્ય બે નેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ ચારેય સોશિયલ મિડીયા માટે વીડીયો બનાવવાનો શોખ ધરાવે છે. તેમણે તેથી પ્રેન્ક વિડીયો બનાવવા માટે આદેશ (ઉ.વ. ૧૭) જે હાલ નાગરપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને અગિયારમાં ધોરણમાં ભણતો હતોે તેનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.
સોમવાર સવારે લગભગ ૬.૪૫ વાગ્યે,આદેશ પોતાના મિત્રો યશ અને વેદાંત સાથે તેમના કોલેજ તરફ જઈ રહ્યા હતા. ત્યારે પ્રતાપ નગર વિસ્તારમાં પાછળથી એક સફેદ કાર આવી હતી.કારમાંથી ત્રણ સગીર તરુણો નીચે ઉતર્યા હતા અને આદેશને કારમાં બેસી જવા દબાણ કર્યું હતું.
જો કે આદેશના મિત્રની હાજરીમાં આરોપીઆએ ે ગભરાઈને ઘટનાસ્થળેથી કાર લઈને ભાગી ગયા હતા. આ ઘટના બન્યા બાદ આદેશે તેના શિક્ષકને આની જાણ કરી હતી. શિક્ષકે આદેશ સાથે મળીને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો અને તપાસ શરુ કરી હતી.તેમજ તે વિસ્તારના સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી હતી.
સીસીટીવી ફુટેજમાં સુશાંતની ઓળખ પોલીસને થઈ હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી. સુશાંતની પોલીસ દ્વારા પુછપરછ થતાં તેણે ગુનો કબુલી લીધો હતો અને અન્ય ત્રણ સગીર તરુણોના નામ પણ જાહેર કર્યા હતા. ચારેયની પોલીસ દ્વારા અટકાયત થયા બાદ ચારેયે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ સોશિયલ મિડીયા માટે પ્રેન્ક વિડીયો બનાવી રહ્યા હતા. આ ખુલાસા પછી તેમના માતાપિતાને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. તેમજ પોલીસે જણાવ્યું હતું કે સુશાંત પાસે કાર ચલાવવાનું લાયસન્સ પણ ન હતું.
રમિયાન, માતા પિતાની પોલીસને નમ્ર વિનંતી કરતા, તેમજ આ ચારેય ભવિષ્યમાં આવા કૃત્યોથી ુર રહેશે એવી પોલીસને ખાતરી આપી આપતા, પોલીસે ચારેયને ચેતવણી આપીને છોડી ીધા હતા.