Get The App

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનની પત્ની અમૃતા ફડણવીસને 1 કરોડની લાંચ આપવાનો પ્રયાસ

Updated: Mar 16th, 2023


Google News
Google News
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનની પત્ની અમૃતા ફડણવીસને 1 કરોડની લાંચ આપવાનો પ્રયાસ 1 - image


ડિઝાઈનર અનિક્ષાએ પહેલાં પરિચય વધાર્યો પછી બુકી પિતા સામેના કેસો પતાવવા 1 કરોડની ઓફર કરી

બેગની લેતીદેતી તથા વાતચીતના વીડિયો વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપીઃ જયસિંઘાણી પરિવારના ઘરે  સર્ચ કાર્યવાહી બાદ અનિક્ષા સહિત 3ની ધરપકડઃ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ

મુંબઈ :        મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ કરવા અને ધમકી આપીને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવા બદલ મુંબઈ સ્થિત ડિઝાઇનર અનિક્ષા અને તેના પિતા બુકી અનિ જયસિંઘાણી વિરુદ્ધ કેસ નોંધી  અનિક્ષા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.  પિતા અનિલ જયસિંઘાણી સામે થયેલા સંખ્યાબંધ કેસોમાં પતાવટ માટે ે અનિક્ષાએ અમૃતા ફડણવીસને રૃ. એક કરોડની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સંબંધમાં ૨૦ ફેબુ્રઆરીએ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અનિક્ષાએ અમૃતા સાથે પરિચય વધાર્યા બાદ લાંચની ઓફર કરી હતી અને તેણે અમૃતા ફડણવીસને બદનામ કરવાની ધમકી આપી કેટલાક વીડિયા પણ મોકલ્યા હતા. જોકે, આ તમામ વીડિયો મોર્ફ કરેલા જણાયા છે. 

  આ ફરિયાદની વિગતો પ્રગટ થયા બાદ મલબાર હિલ પોલીસ દ્વારા ં 'ડિઝાઇનર' અનિક્ષા જયસિંઘાણી અને તેના પિતા અનિલ જયસિંઘાણીના સાળા સહિત  ત્રણ જણની  ઉલ્હાસનગરમાંથી અટકાયત કરવામાં આવી હતી.

       મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં ગુરુવારે વહેલી સવાર સર્ચ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. 

      આરોપી અનિક્ષા છેલ્લા દોઢ વર્ષથી અમૃતા ફડણવીસને ઓળખતી હતી અને તેમના સંપર્કમાં હતી. અનિક્ષા એક વખત અમૃતા ફડણવીસના નિવાસસ્થાન સાગર બંગલામાં પણ ગઈ હતી. અનિક્ષાએ અમૃતા ફડણવીસને કેટલાક બુકીઓ વિશે માહિતી આપવાની ઓફર કરી હતી. અનિક્ષા અમૃતા ફડણવીસને એક કરોડ રૃપિયા આપવા તૈયાર હતી. અનિક્ષાએ બુકીઓ દ્વારા પૈસા કમાવવા અને તેના પિતાને ફોજદારી કેસમાંથી બહાર કાઢવા માટે અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.

      અમૃતા ફડણવીસે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અનિક્ષાએ તેને ૧૮ અને ૧૯ ફેબ્આરીના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વીડિયો ક્લિપ, મેસેજ અને વાઇસ નોટ મોકલી હતી. ત્યારબાદ અમૃતા ફડણવીસને અનિક્ષા અને તેના પિતા દ્વારા આડકતરી રીતે ધમકી આપવામાં આવી હતી. 

      અમૃતા ફડણવીસની ફરિયાદ બાદ  કલમ ૧૨૦ બી(ષડયંત્ર), ભ્રષ્ટાચાર કાયદા ૧૯૮૮ની કલમ ૮, કલમ ૧૨ હેઠળ અનિષ્કા અને તેના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. 

 ખરેખર કેસ શું છે?

અમૃતા ફડણવીસ દ્વારા નોંધાયેલા નિવેદન મુજબ અનિક્ષાએ તેને કહ્યું હતું કે તે કપડાં,જવેલરી, ફૂટવેર ડિઝાઇનર છે. અનિક્ષાએ મને પબ્લિક ઈવેન્ટ્સમાં તેણે ડિઝાઈન કરેલા કપડાં અને જ્વેલરી પહેરવાની વિનંતી કરી. જેથી તે તેના ઉત્પાદનોને પ્રમોટ કરી શકે. મેં અનિક્ષા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને તેના પ્રસ્તાવ પર સંમતિ આપી હતી. નવેમ્બર ૨૦૨૧માં અનિક્ષા પહેલીવાર મને મળી હતી. 

      ત્યારબાદ અનિક્ષાએ જણાવ્યું કે તેની માતાનું નિધન થઈ ગયું છે. તેણે મને કહ્યું કે હું ઘરમાં એકમાત્ર કમાવનારી વ્યક્તિ છું અને ઘરના તમામ ખર્ચની જવાબદારી મારા પર છે. અનિક્ષા અમૃતા ફડણવીસના ઘરે અવારનવાર જતી હતી. તે અમૃતાના જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપતી હતી.

      એકવાર તે મારા એક કર્મચારી પાસે આવી અને તેને કેટલાક ડિઝાઇનર કપડાં અને જવેલરી આપ્યા હતા. તે ઈચ્છતી હતી કે હું જાહેર કાર્યક્રમોમાં આ કપડાં અને જવેલરી પહેરું,મને ખબર નથી કે મેં જાહેર કાર્યક્રમમાં આ કપડાંનો ઉપયોગ કર્યો છે કે નહીં. મેં તે કપડાં અનિક્ષાને પાછા આપ્યા હશે અથવા દાનમાં આપ્યા હશે. અમૃતા ફડણવીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારી પાસે અત્યારે તે  ડિઝાઈનર કપડાં નથી.  અનિક્ષાએ નવેમ્બર ૨૦૨૨માં સાગર બંગલોમાં અમૃતા ફડણવીસને એક નેકલેસ પણ ભેટમાં આપ્યો હતો. પરંતુ અમૃતાએ ક્યારેય તે નેકલેસ પહેર્યો નહોતો. ત્રણ અઠવાડિયા પછી મેં અનિક્ષાને નેકલેસ પાછો આપ્યો હતો.

      આ પછી અનિક્ષાએ એકવાર અમૃતાને કહ્યું હતું કે મારા પિતાના રાજકારણીઓ સાથે નજીકના સંબંધો છે.૨૭ જાન્યુઆરીએ પુણેમાં એક કાર્યક્રમમાં અનિક્ષા અમૃતા ફડણવીસને મળી હતી. અનિક્ષાને પુણેમાં જોઈને અમૃતાને આશ્ચર્ય થયું હતું.

       એક કર્મચારીએ તેને પ્રોગ્રામનો પાસ આપ્યો હોવાનું અનિક્ષાએ કહ્યું હતું.આ ઈવેન્ટમાંથી મુંબઈ પરત ફરતી વખતે  બોડીગાર્ડે મારી કાર રોકી ત્યારે મેં અનિક્ષાને સામે ઉભેલી જોઈ હતી. અનિક્ષાએ બોડીગાર્ડને ખોટું કહ્યું કે મને અમૃતા ફડણવીસે મળવા બોલાવી છે. અનિક્ષા જૂઠું બોલી રહી છે તે જાણતી હોવા છતાં મેં તેને મારી કારમાં બેસાડી હતી.કેમ કે અમૃતા ત્યાં કોઈ વિવાદ  કરવા માંગતા નહોતા.

     તે સમયે અનિક્ષાએ અમૃતાને કહ્યું કે તેના પિતાએ પોલીસને કેટલાક બુકીઓ વિશે જાણ કરી હતી. આ બુકીઓની માહિતી પોલીસને આપીને પૈસા કમાઈ શકાય છે. અનિક્ષાએ અમૃતા ફડણવીસને એમ પણ કહ્યું હતું કે આ બુકીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવા બદલ આપણને પૈસા મળી શકે છે. આ પ્રસ્તાવ સાંભળીને અમૃતા ફડણવીસે રસ્તામાં કાર રોકી અને અનિક્ષાને નીચે ઉતારી દીધી હતી. તે પછી અનિક્ષા પાછળથી આવતી બીજી કારમાં બેસી ગઈ હતી.ત્યારબાદ અમૃતા ફડણવીસે અનિક્ષાના મોબાઈલ કોલને નજર અંદાજ કર્યો હતો.

       આ પછી ૧૬ ફેબ્આરીએ રાત્રે ૯-૩૦ વાગ્યે અનિક્ષાએ અમૃતા ફડણવીસને ફોન કર્યો. ત્યારે અનિક્ષાએ કહ્યું કે તેના પિતા ક્રિમિનલ કેસમાં સંડોવાયેલા છે અને તેને છોડાવવા માટે એક કરોડ રૃપિયા આપવા તૈયાર છું. આ સાંભળીને અમૃતા ફડણવીસે ફોન કટ કરી દીધો અને નંબર બ્લોક કરી દીધો હતો. 

     ત્યારબાદ અનિક્ષાએ અમૃતાને ૨૨ વીડિયો ક્લિપ્સ અને ત્રણ વાઇસ નોટ્સ મોકલી હતી. આ તમામ અજાણ્યા મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવી હતી. આવી જ ક્લિપ્સ અમૃતાના કર્મચારીને પણ મોકલવામાં આવી હતી. અમૃતા ફડણવીસે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમને પછીથી ખબર પડી કે આ મોબાઈલ નંબર અનિક્ષાના પિતાનો હતો.

 અનિલ જયસિંઘાણી સહિત ગુજરાત સહિતના રાજ્યોમાં ૧૭થી વધુ કેસ

      મે ૨૦૧૫ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના ગુજરાત યુનિટે જયસિંઘાણીના બે ઘરો પર દરોડા પાડયા હતા અને તેમની પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ખરાબ તબિયતને ટાંકીને તે ભાગતો રહ્યો અને આઠ મહિના પછી તેણે બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્ઝિટ જામીન માટે અરજી કરી હતી. મુંબઈના બે પોલીસ સ્ટેશન આઝાદ મેદાન અને સાકીનાકામાં ૨૦૧૬માં તેની સામે છેતરપિંડી અને અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા.


Tags :
AttemptedbribeAmrita-Fadnavis

Google News
Google News