બોરીવલીની મહિલા સાથે જ્યોતિષ અને સાથીદારોએ રૃા. 52 લાખની છેતરપિંડી કરી
હોટેલ બિઝનેસમાં ભાગીદારીના બહાને 268 ગ્રામ સોનાના દાગીના પડાવી લીધા
મુંબઈ : બોરીવલીની મહિલાને હોટેલ વ્યવસાયમાં ભાગીદારીનું વચન આપીને રૃા.૫૨.૮૦ લાખ અને ૨૬૮ ગ્રામ વજનના સોનાના દાગીના પડાવી લેવા બદલ જ્યોતિષ હોવાનો દાવો કરનારા યુવક અને અન્ય પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ઓફિસરે જણાવ્યું હતું કે બોરીવલીમાં રહેતા મહિલા અને તેના પરિવાર સામે જ્યોતિષી વિજય બાળુ જોશી (ઉ.વ.૨૮) અને તેના સાથીદારો દ્વારા જાન્યુઆરી ૨૦૨૦થી છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
આ જ્યોતિષે પીડિતાને ખોટા વચન આપ્યા હતા અને હોટેલ બિઝનેસમાં રોકાણ માટે પૈસાની માગણી કરી હતી. આરોપીએ તેના લેણદારોને ઉધાર લીધેલી રકમ ચૂકવવા માટે પણ પૈસા લીધા હતા.
આ ટોળકીએ વાતોમાં ભોળવીને મહિલા પાસેથી રૃા.૫૨.૮૦ લાખ અને ૨૬૮ ગ્રામ વજનના સોનાના દાગીના લીધા હતા. પરંતુ છેવટે જ્યોતિષ યુવકે છેતરપિંડી કરી હોવાનું જણાતા મહિલાએ બોરીવલી પોલીસ સ્ટેશનને મામાલની જાણ કરી હતી.
પિડિતાની ફરિયાદના આધારે જ્યોતિષની અને અન્ય પાંચ સમે છેતરપિંડી, અંધશ્રદ્ધા, બ્લેક મેજીકની કલમ હેઠળ પોલીસે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.