જામીન અપાવી દેવા માટે આસિ. પીઆઈએ 10 લાખની લાંચ માગી
એસીબી દ્વારા કેસ દાખલ કરાયો
છેંતરપિંડીના આરોપીના સ્વજનો પાસે કાશીમીરાના એપીઆઈ દ્વારા માગણી
મુંબઇ : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રૃા. ૧૦ લાખની લાંચ માગવાના આરોપસર આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સામે કેસ દાખલ કર્યો છે. એક આરોપીને જામીન અપાવવા મદદ કરવા લાંચ માગવામાં આવી હતી.
કાશીમીરા પોલીસ સ્ટેશનના ક્રાઇમ યુનિટ-૧ના એપીઆઇ કૈલાશ જયવંત ટોખલેની હજી સુધી ધરપકડ કરાઇ નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. વિરાર પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે છેતરપિંડીનો કેસ દાખલ હતો આ ગુનાની તપાસ એપીઆઇ કૈલાશ કરી રહ્યો હતો.
આ આરોપીને જામીન મળી શકે માટે જરૃરી મદદ કરવા એપીઆઇ કૈલાશે તેના ભાઇ પાસે રૃા. ૧૦ લાખની માગણી કરી હતી. પરંતુ તે લાંચની રકમ આપવા માગતો નહોતો આથી એન્ટી કરપ્શન બ્યુરોની થાણે યુનિટમાં ફરિયાદ કરી હતી. તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.