આશા પારેખને રાજ્ય સરકાર તરફથી જીવન-ગૌરવ પુરસ્કાર
રાજ કપૂરના નામે લાઈફટાઈમ અચીવમેન્ટ સન્માન
સીઆઇડી ફેમ શિવાજી સાટમ પણ પુરસ્કારથી સન્માનિત
મુંબઇ : હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેત્રી અને શાસ્ત્રીય નૃત્યાંગના આશા પારેખ તથા સી.આઇ.ડી. સિરિયલ ફેમ અભિનેતા શિવાજી સાટમને મહારાષ્ટ્ર સરકાર તરફથી જીવન ગૌરવ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
લગભગ ચાર દાયકાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ગુજરાતીભાષી અભિનેત્રી આશા પારેખ તીસરી મંઝીલ, મેરી સુરત તેરી આંખે, કારવા સહિત સંખ્યાબંધ હિટ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા અભિનેત્રી સામાજિક સેવાના ક્ષેત્રે સક્રિય છે. તેમને અગાઉ ફિલ્મ જગતના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને રાજ કપૂર લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ જાહેર થયો છે. ૨૧મી ઓગસ્ટે યોજાનારા સમારંભમાં તેમને એવોર્ડ એનાયત કરવામાં આવશે. સીઆઇડી સિરિયલથી ઘર ઘરમાં જાણીતા થઇ ગયેલા મરાઠી રંગમંચ અને ફિલ્મોના જાણીતા અભિનેતા શિવાજી સાટમને ચિત્રપતી વી. શાંતારામ લાઇફ ટાઇમ અસિચમેન્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
અંકુશ' ફિલ્મથી જાણીતા િ ગ્ ર્શક એન. ચંદ્રા અને લેખક- િ ગ્ ર્શક િ ગપાલ લોજેકરને પણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યાં છે.