શાકભાજીની આવકો વધતાં ભાવોમાં ધરખમ ઘટાડો

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
શાકભાજીની આવકો વધતાં ભાવોમાં ધરખમ ઘટાડો 1 - image


ટ્રક હડતાલ પાછી ખેંચાયા બાદ પૂર્વવત સ્થિતિ

૬૫૬ ટ્રક ભરી 2672 ટન શાક  ઠલવાયું, અન્ય રાજ્યોમાંથી પણ નોંધપાત્ર આવક

મુંબઇ - ટ્રક આલકોના આંદોલનને લીધે ખોરવાયેલો શાકભાજીનો પુરવઠો ગુરુવારથી પૂરજોશમાં શરૃ થઇ જતા નવી મુંબઇની જથ્થાબંધ  શાક-ભાજી માર્કેટમાં શાકના રીતસર ઢગલાં થવા માંડયા છે. આને લીધે શાકના ભાવમાં ધરખમ ઘટાડો થવાથી મુંબઇ, નવી મુંબઇ, થાણેના લોકોએ ભારે રાહત અનુભવી છે.

નવી મુંબઇ એપીએમસી (અગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)માં ગઇકાલે એક જ દિવસમાં ૬૫૬ ટ્રક ભરીને આપેલું ૨૬૭૨ ટન  શાક ઠલવાયું હતું. આમાં સાડાચાર લાખ જૂડી ભાજી-પાલાના સમાવેશ થતો હતો. પુણે, નાશિક ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શાક ભરી ભરીને ટ્રકો આવવા માડી છે. શુક્રવારે ગુરુવાર કરતાં પણ વધુ આવક રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. 

ભાવમાં કેટલો ઘટાડો

ટ્રક-ચાલકોના આંદોલનને લીધે આવક ઘટતા શાકના ભાવ ઉંચે ગયા હતા. ફરી આવક વધતા ભાવ ગગડયા છે. બુધવાર અને ગુરુવાર બે જ દિવસમાં ભાવ કિલોએ કેટલાં ઘટયા તેનો આ કોઠા પરથી ખ્યાલ આવશે. આ ભાવ એપીએમસી માર્કેટના છે.

શાક બુધવાર ગુરૃવાર કેટલો ફરક

વટાણા ૬૫ થી ૭૫ ૩૫ થી ૪૦ ૨૫-૩૦ ટકા

ભિંડા ૩૦ થી ૫૫ ૨૫ થી ૪૫ ૧૦-૧૫ ટકા

 ૂધી ૨૪ થી ૨૩ ૧૫ થી ૨૦ ૯-૧૨ ટકા

ફણસી ૪૭ થી ૫૭ ૩૦ થી ૪૦ ૧૭-૨૭ ટકા

ફલાવર ૨૪ થી ૨૭ ૧૬ થી ૨૨ ૫-૮ ટકા

ગાજર ૫૪ થી ૬૧ ૩૦ થી ૪૦ ૨૧-૨૪ ટકા

ગુવાર ૫૫ થી ૬૫ ૪૫ થી ૫૫ ૧૦-૧૫ ટકા

ટમેટા ૧૫ થી ૩૨ ૧૨ થી ૨૪ ૩-૮ ટકા



Google NewsGoogle News