Get The App

અલ્લુ અર્જુન સાથે આર્યનવાળી, જામીન છતાં તત્કાળ મુક્તિ નહિ

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુન સાથે આર્યનવાળી, જામીન છતાં  તત્કાળ મુક્તિ નહિ 1 - image


અલ્લુ અર્જુનને હાઈકોર્ટ દ્વારા જામીન તો આપી દેવાયા હતા પરંતુ તેના કાગળ ચોક્કસ ફોર્મેટમાં અને નિયત સમયમર્યાદામાં  ન પહોંચતા અભિનેતાએ આખી રાત જેલમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચાંચલગુડા જેલના સત્તાવાળાઓએ કહ્યું હતું કે એડવોકેટ દ્વારા અગાઉ અપાયેલા કાગળ માન્ય ફોર્મેટમાં ન હતા અને તે પછી તેમને કાગળ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં પણ જામીનનો આદેશ જેલમાં મોડો પહોંચતાં તેને એક રાત વધારે જેલમાં રહેવું પડયું હતું. આર્થર રોડ જેલનું લેટર બોક્સ સૂર્યાસ્ત પછી નહિ ખોલવામાં નિયમને લીધે આર્યનને જામીન છતાં તે જ દિવસે મુક્તિ મળી ન હતી.



Google NewsGoogle News