Get The App

આર્યન ખાને વિદેશી ગર્લફ્રેન્ડ લારિસા સાથે ન્યૂ યર મનાવ્યું

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
આર્યન ખાને વિદેશી ગર્લફ્રેન્ડ લારિસા સાથે ન્યૂ યર મનાવ્યું 1 - image


આર્યન, લારિસાના ડેટિંગની લાંબા સમયથી અફવા

ભારેખમ  ચહેરો જોઈ લોકોએ કોમેન્ટ કરી, ન્યૂ યર આવી ગયું હવે તો હસી લે ભાઈ

મુંબઇ :  આર્યન ખાને પોતાના મિત્રો સાથે ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં તેની ગર્લ  ફ્રેન્ડ મનાતી મોડલ લારિસા પણ હાજર રહી હતી. 

મોડલ અન ેએકટ્રેસ લારિસા બોનસી તથા આર્યન વચ્ચે અફેર ચાલતું હોવાની લાંબા સમયથી ચર્ચા છે. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈએ આ વાતને સમર્થન આપ્યું નથી. પરંતુ, બંને અવારનવાર સાથે જોવા મળે છે. 

આર્યન આ પાર્ટીમાંથી બહાર નીકળતો હતો ત્યારે પાપારાઝીને જોઈને અસહજ બન્યો હતો. તેણે બહુ ગંભીર ચહેરો ધારણ કરી લીધો હતો. તેનો આ વીડિયો વાયરલ થયો છે. તેમાં લોકોએ તેના ગંભીર ચહેરા અંગે પણ કોમેન્ટસ કરી છે. કોઈએ લખ્યું છે કે આજદિન સુધી આર્યનના ચહેરા પર સ્માઈલ જોવા મળ્યું નથી. કોઈએ લખ્યું હતું કે હવે તો  ન્યૂ યર આવી ગયું, હવે તો હસી લ્યો ભાઈ. 

આ વીડિયોમાં આર્યન પોતાનાં શરીરનું સંતુલન પણ જાળવી ન શકતો હોવાનું જણાયું હતું.



Google NewsGoogle News