અરુણ ગોવિલ ભગવાન રામ પછી હવે પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
અરુણ ગોવિલ ભગવાન રામ પછી હવે પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં 1 - image


આર્ટિકલ 370 ફિલ્મમાં પીએમ તરીકે દેખાશે

અગાઉ રજત કપૂર અને  વિવેક ઓબેરોય પીએમ મોદીની ભૂમિકાઓ કરી ચૂક્યા છે

મુંબઇ :  રામાયણના રામ તરીકે દાયકાઓ સુધી પ્રેક્ષકોના દિલોદિમાગમાં રાજ કરનારા અરુણ ગોવિલે આગામી ફિલ્મ 'આર્ટિકલ ૩૭૦'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. 

ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રીલીઝ થયું હતું. તેમાં અરુણ ગોવિલને પીએમ મોદીના ગેટ અપમાં જોઈ ચાહકોએ નવાઈ અનુભવી હતી. 

કેટલાય ચાહકોએ ઓનલાઈન એવી કોમેન્ટ કરી હતી કે આખરે ટીવી સીરીયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યાના વર્ષો પછી અરુણ ગોવિલને કોઈ સારી ભૂમિકા મળી છે. 

આ ફિલ્મમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.  ફિલ્મમાં ગૃહ મંત્રી અમિત શાહની ભૂમિકામાં ટીવી એક્ટર કિરણ કરમાકર છે. 

આ પહેલાં 'ઉરી, ધી સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મમાં પીએમ મોદીનું પાત્ર રજત કપૂરે ભજવ્યું હતું. તે પહેલાં પીએમ મોદીની બાયોપિક બની હતી તેમાં વિવેક ઓબેરોયે મુખ્ય ભૂમિકા ભજવી હતી.


ArunRamPM

Google NewsGoogle News