Get The App

ડઝનદીઠ 10 હજારના ભાવ સાથે કેરીનું આગમનં

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ડઝનદીઠ 10 હજારના ભાવ સાથે કેરીનું આગમનં 1 - image


ભર શિયાળે કેરીનું આગમન શરુ

રત્નાગીરીની કેરીઓ આવવા લાગી, આજથી રાયગઢની કેરીઓ પણ શરુ થશે

મુંબઇ :  નવી મુંબઇની એ.પી.એમ.સી ફ્રૂટ માર્કેટમાં રત્નાગિરીની મશહૂર આફૂસ કેરીનું તાજેતરમાં જ આગમન થઇ ગયા પછી આવતી કાલે રાયગઢની આફૂસ અને કેસર કેરીની  પહેલવહેલી પેટીઓ આવી પહોંચશે.

રાયગઢ જિલ્લાના અલિબાગ તાલુકામાં આવેલા નારંગી ગામના વરૃણ પાટીલની આંબાવાડીની આ કેરીઓની ચાર પેટી શનિવારે નવી મુંબઇની વાશી માર્કેટમાં પહોંચશે. મોસમની પહેલી કેરીના ભાવ ઉંચા છે. એક ડઝનના ૧૦ હજાર રૃપિયા લેખે બે ડઝન કેરી સાથેની એક પેટીનો ભાવ ૨૦ હજારની આસપાસ રાખવામાં આવ્યો છે. આફૂસ અને કેસર કેરીની ચાર- ચાર પેટીઓ માર્કેટમાં આવશે.

રત્નાગિરીની આફૂસ કેરીઓ ગયા મહિનાથી જ આવવાની શરૃઆત થઇ ગઇ છે. રત્નાગિરીની જેમ રાયગઢમાં પણ બાગાયતદારોએ મોટા પ્રમાણમાં કેરી ઉતારી છે.  એટલે રાયગઢની મોસમની પહેલી કેરીની મૂરતની પેટીઓ આવતી કાલે વાશી બજારમાં પહોંચ્યા પછી ધીમે ધીમે એકધારી આવક શરૃ થઇ જશે એવું ફળોના વેપારીઓનું માનવું છે. કેરીની આવક વધવાની સાથે ભાવ ઘટવા માંડશે. રાયગઢ જિલ્લામાં અલિબાગ તાલુકા ઉપરાંત શ્રીવર્ધન, રોહા, તળા, મ્હસળા અને મુરૃડમાં પણ કેરીનો પાક લાવવામાં આવ્યો છે.



Google NewsGoogle News