Get The App

નવી મુંબઇ એપીએમસીમાં આફ્રિકાની કેરીનું આગમન

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
નવી મુંબઇ એપીએમસીમાં આફ્રિકાની કેરીનું આગમન 1 - image


અફઘાની કાંદા બાદ મલાવીની કેરી

મુંબઇ :  નવી મુંબઇ એપીએમસીની ફળ બજારમાં આફ્રિકાના મલાવી દેશમાંથી કેરી આવી ગઇ છે. આમ એપીએમસીમાં અફઘાનિસ્તાનથી કાંદા આવ્યા  બાદ હવે આફ્રિકાથી આફૂસ કેરીનું આગમન થયું છે.

એપીએમસીમાં મલાવીની કેરીનાં ૫૯૮ પેટી આવી છે. એક પેટીની કિંમ ૪૫૦૦ થી ૫૫૦૦ છે. વીસમી નવેમ્બરથી મોટા પ્રમાણમાં મલાવીની કેરીઓ આવવા માંડસે એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.

મલાવીની કેરીનો સ્વાદ અને સોડમ કોકણની  જાણીતી આફૂસ કેરીને મળતો આવે છે. એટલે દિવાળીના દિવસોમાં લોકો મલાવીની કેરીનો સ્વાદ માણી શકશે.



Google NewsGoogle News